શોધખોળ કરો

Google Pixel Fold ની પ્રથમ ઝલક જોવા મળી, 10 મેના રોજ થશે લોન્ચ, કંપનીએ વીડિયો કર્યો શેર

Google ની આગામી ડેવલપર્સ ઇવેન્ટ 10 મેના રોજ કેલિફોર્નિયામાં યોજાવાની છે.

Google Pixel Fold Launch: Google ની આગામી ડેવલપર્સ ઇવેન્ટ 10 મેના રોજ કેલિફોર્નિયામાં યોજાવાની છે. આ ઇવેન્ટમાં, કંપની બે સ્માર્ટફોન લોન્ચ કરશે જેમાં Pixel 7a અને Pixel Fold સામેલ છે. લોન્ચ પહેલા કંપનીએ ટ્વિટર એકાઉન્ટ પર તેના પ્રથમ ફોલ્ડેબલ ફોનનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ફોન ગોલ્ડન કલરમાં દેખાઈ રહ્યો છે. જાણો સ્માર્ટફોનમાં કયા કયા ફિચર્સ મળી શકે છે અને કેટલી હશે તેની કિંમત.

શું ફિચર્સ હશે?

કંપની દ્વારા હજુ સુધી આ સ્માર્ટફોનની વિગતો સત્તાવાર રીતે શેર કરવામાં આવી નથી. ઈન્ટરનેટ પરના કેટલાક લીક્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે Google Pixel Fold સ્માર્ટફોનમાં 5.8-ઇંચ કવર ડિસ્પ્લે અને 7.6-ઇંચની મુખ્ય ડિસ્પ્લે મળી શકે છે. બંને ડિસ્પ્લે 120hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. આ સ્માર્ટફોન Google Tensor G2 SOC પર કામ કરશે અને તેમાં Pixel 7 Pro જેવા ત્રણ કેમેરા મળી શકે છે. પિક્સેલ ફોલ્ડમાં 50MP વાઇડ કેમેરા, 48MP ટેલિફોટો સેન્સર અને 10.2MP અલ્ટ્રા વાઇડ કેમેરા મળી શકે છે.

શું હશે કિંમત?

Google Pixel Foldની કિંમત લગભગ 1,700 ડોલર એટલે કે 1 લાખ 40 હજાર રૂપિયા હોઈ શકે છે. આ અંગે સત્તાવાર રીતે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

Poco Poco F5 લોન્ચ કરશે

Poco ભારતમાં 9 મેના રોજ Poco F5 સ્માર્ટફોન લોન્ચ કરશે. તમે પોકોની યુટ્યુબ ચેનલ દ્વારા મોબાઈલ ફોનની લોન્ચ ઈવેન્ટ જોઈ શકશો. સ્માર્ટફોનમાં 120Hz ના રિફ્રેશ રેટ સાથે 6.67-ઇંચની ડિસ્પ્લે હશે. મોબાઇલ ફોન Snapdragon 7+ Gen2 SoC દ્વારા ઓપરેટ હશે અને તે 12GB સુધીની રેમ અને 256GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવશે. ફોનમાં 67W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5160mAh બેટરી મળશે

Tech News : આ પાવર બેંકને નહીં કરવી પડે ચાર્જ, લટકામાં મળશે 4 સપોર્ટ કેબલ

Callmate Power Bank: આજના સમયમાં સ્માર્ટફોનનો ઉપયોગ ઘણો વધી ગયો છે. વાત કરવા, ઈમેલ ચેક કરવા, ઈન્ટરનેટ બ્રાઉઝ કરવા અને મનોરંજન માટે તેનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. જો કે, તેની બેટરી એક સમસ્યા છે. ઘણા એવા યુઝર્સ છે જેમના સ્માર્ટફોનની બેટરી લાંબો સમય ચાલતી નથી. આ સમસ્યાને ઉકેલવા માટે પાવર બેંકો કામ આવે છે. તાજેતરમાં, કોલમેટ સોલર પાવર બેંક લોંચ કરવામાં આવી છે. આ પાવર બેંક અન્ય પાવર બેંકોથી એકદમ અલગ છે. આવો જાણીએ કેવી રીતે?

કોલમેટ પાવર બેંક સોલર પાવરથી ચાર્જ થાય છે

પાવર બેંકની સૌથી મોટી સમસ્યા એ છે કે તેને પણ ચાર્જ કરવી પડે છે. જો કે, કોલમેટ સોલર પાવર બેંક સૌર ઉર્જાથી ચાર્જ થઈને આ સમસ્યાનો ઉકેલ લાવે છે. તમારે આ પાવર બેંકને અલગથી ચાર્જ કરવાની જરૂર નથી. તેની બેટરી ક્ષમતા 10,000 mAh છે. તેને સૂર્યપ્રકાશમાં અથવા સારી લાઇટવાળા રૂમમાં રાખીને સરળતાથી ચાર્જ કરી શકાય છે

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget