શોધખોળ કરો
Tik Tok-Helo પર લાગી શકે છે પ્રતિબંધ, સરકારે નોટિસ મોકલીને માંગ્યો જવાબ
સરકારે ટિક ટોક અને હેલો એપને 21 સવાલ મોકલીને જવાબ માંગ્યા છે. જવાબ ન મળવા પર સરકાર બન્ને એપ્સ પર પ્રતિબંધ લગાવી શકે છે.
![Tik Tok-Helo પર લાગી શકે છે પ્રતિબંધ, સરકારે નોટિસ મોકલીને માંગ્યો જવાબ Government issues notice to TikTok and Helo Tik Tok-Helo પર લાગી શકે છે પ્રતિબંધ, સરકારે નોટિસ મોકલીને માંગ્યો જવાબ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/18165431/tik-tok.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: પોપ્યૂલર સોશિયલ મીડિયા એપ Tik Tokની એકવાર ફરી મુશ્કેલી વધી શકે છે. સરકારે ટિક ટૉક સાથે હેલો એપને પણ નોટિસ ફટકારી છે. સરકારનું માનવું છે કે આ બન્ને એપ્સ દેશ વિરુદ્ધ થતી ગતિવિધિઓમાં સામેલ છે અને તેને 21 સવાલ મોકલી બન્ને પ્લેટફૉર્મ પાસેથી જવાબ માંગ્યો છે. એવામાં જવાબ ન મળવા પર સરકાર બન્ને એપ્સ પર પ્રતિબંધ લગાવી શકે છે. આ સિવાય સ્માર્ટ ટીવીની હેકિંગનો મુદ્દો પણ રાજ્યમાંસભા ગુંજ્યો હતો.
સ્વદેશી જાગરણ મંચે આરોપ લગાવ્યો છે કે ટિક ટૉક અને હેલો એપ પોતાના પ્લેટફોર્મનો ઉપયોગ એન્ટી નેશનલ એક્ટિવિટીઝ માટે કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ટિક ટૉક એપ પર આ પહેલા પણ આરોપ લાગ્યા હતા અને થોડાક સમય માટે પ્રતિબંધ પણ લગાવી દેવામાં આવ્યો હતો.
આ મામલે ટિક ટૉક અને હેલોએ નિવેદન આપતા કહ્યું કે સરકારને સહયોગ આપવા માટે તૈયાર છે. તેમના નિવેદનમાં કહ્યું કે “અમે સરકારને પૂરો સહયોગ આપીશું. અમે અમારી જવાબદારી સમજીએ છીએ. ભારતમાં અમારા પ્લેટફોર્મને આગળ વધવાની તક મળી છે અને અમે આગામી ત્રણ વર્ષમાં એક બિલિયન અમેરિકી ડૉલરનું રોકાણ કરવાની યોજના પણ બનાવી રહ્યાં છે. ” મંત્રાલય આ એપ દ્વારા બાળકોની પ્રાઈવસી સાથે થનારી સમજૂતી પર પણ ચિંતા દર્શાવી છે.
આખું ગામ ગાંડુ કર્યું આ એપે, લોકોને વૃદ્ધ બતાવતી ફેસએપમાં પ્રાઈવેસી અંગે ઉઠ્યા સવાલ
આ સિવાય ભાજપ સાંસદ અમર શંકરે સ્માર્ટ ટીવીના હેકિંગનો મામલો ઉઠાવ્યો હતો. સાંસદમાં માંગ કરી છે કે સરકાર એવી ઘટનાઓ વિરુદ્ધ કડક પગલા લે. અમરસિંહે સુરતમાં સ્માર્ટ ટીવીની હેકિંગ દ્વારા એક કપલનો અંગત વીડિયો બનાવી ઈંટરનેટ પર શેર કરવાના મામલાનો હવાલો આપતા પ્રાઈવેસીનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાજ્યસભાના ચેરમેન વેંકેયા નાયડૂએ પણ આ મુદ્દાને સંવેદનશીલ ગણાવ્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દુનિયા
બોલિવૂડ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)