Amazon Great Indian Festival: પ્રાઇમ મેમ્બર્સ માટે આજે સેલમાં બમ્પર ઓફર, આ પાંચ ધાંસૂ ફોન મળશે એકદમ સસ્તાં, જાણો
જો તમે પણ Amazonના પ્રાઇમ યૂઝર છો, તો તમે પણ સસ્તામાં સારો ફોન ખરીદી શકો છો. આ સેલમાં તમે Xiaomi અને Realme જેવી કંપનીઓના ફોન્સને 10,000 થી ઓછામાં ખરીદી શકો છો.
Amazon Great Indian Festival: અમેઝૉનની ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ શરૂ થઇ ચૂકી છે. આજે પ્રાઇમ મેમ્બર્સને માટે ધાંસૂ ઓફર મળી રહી છે, જો તમે એક સારો અને હાઇટેક ફિચર્સ વાળો ફોન ખરીદવાનુ વિચારી રહ્યાં છો, તો આજે 23 સપ્ટેમ્બર તમારા માટે ખાસ છે. કંપની આજે માત્ર પ્રાઇમ મેમ્બર્સને ઓફર કરી રહી છે, પ્રાઇમ મેમ્બર્સ આનો ફાયદો ઉઠાવી શકે છે.
જો તમે પણ Amazonના પ્રાઇમ મેમ્બર્સ યૂઝર છો, તો તમે પણ સસ્તામાં સારો ફોન ખરીદી શકો છો. આ સેલમાં તમે Xiaomi અને Realme જેવી કંપનીઓના ફોન્સને 10,000 થી ઓછામાં ખરીદી શકો છો. જાણો આ સસ્તી ડીલ્સ વિશે..........
Redmi 10A -
સેલમાં Redmi 10A સ્માર્ટફોન 7,469 રૂપિયાની પ્રાઇસટેગ સાથે લિસ્ટ થયો છે. ફોનને ખરીદવા પર ગ્રાહકોને સાથે સુપર કેશબેક પણ મળશે. આ ઉપરાંત ફોનને 454ની નૉ-કૉસ્ટ EMI પર ખરીદી શકાય છે.
Realme Narzo 50i -
ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં Realme Narzo 50i સ્માર્ટફોન 5,799 રૂપિયાની પ્રાઇસ સાથે લિસ્ટ થયો છે. આના પર SBI તરફથી 10 ટકાનુ ડિસ્કાઉન્ટ મળશે.
Realme Narzo 50A -
અમેઝોનની ફેસ્ટિવ સેલમાં Realme Narzo 50Aને 8,499 રૂપિયાની કિંમત પર ખરીદી શકાશે. SBI બેન્ક તરફથી ફોન પર 10 ટકાનુ ડિસ્કાઉન્ટ પણ મળશે. આ ઉપરાંત ફોનને ફાઇનાન્સ કરાવવા પર 1500 રૂપિયાની છૂટ મળશે.
Redmi 10 Prime -
Xiaomiનો Redmi 10 Prime ફોન સેલમાં 9,450 રૂપિયાની કિંમત પર ઉપલબ્ધ છે. આ ડિવાઇસ પર SBI બેન્ક તરફથી 750 રૂપિયા સુધીનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જ્યારે બેન્કના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 1250 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ મળશે. ફોનને નૉ-કૉસ્ટ EMI પર પણ ખરીદી શકાશે.
OPPO A15s -
અમેઝોન સેલમાં OPPO A15s સ્માર્ટફોનને 8,991 રૂપિયાની કિંમત પર ખરીદી શકાશે. સાથે જ ડિવાઇસ તો 477 રૂપિયાની નૉ-કૉસ્ટ EMI પર પણ ખરીદી શકાશે. ફોન ખરીદવા પર ગ્રાહકોને કેશબેક પણ મળશે.
Disclaimers: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે એમેઝોન પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.