શોધખોળ કરો
Advertisement
Koo Appને લોકો રાતોરાત કેમ કહેવા લાગ્યા દેસી ટ્વીટર? શું છે બન્ને વચ્ચે તફાવત? જાણો અહીં......
સૌથી પહેલા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આ એપની જાણકારી ટ્વીટર પર આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં પણ આની ચર્ચા કરી ચૂક્યા છે. આવા જોણીએ Koo App અને Twitterમાં શું છે ફરક....
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયા પર Koo Appએ ધૂમ મચાવીને મુકી છે. આ એપને દેસી ટ્વીટર કહેવામાં આવી રહ્યું છે. તાજેતરમાંજ કેન્દ્ર સરકાર અને ટ્વીટરની વચ્ચે થયેલા ઘર્ણષના કારણે આ એપ વધુ ઝડપથી પૉપ્યૂલર થઇ રહી છે. આ એપને અત્યાર સુધી 10 લાખથી વધુ લોકો ડાઉનલૉડ કરી ચૂક્યા છે. સૌથી પહેલા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આ એપની જાણકારી ટ્વીટર પર આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં પણ આની ચર્ચા કરી ચૂક્યા છે. આવા જોણીએ Koo App અને Twitterમાં શું છે ફરક....
Koo Appના મોટા ભાગના ફિચર્સ Twitterથી મળતા આવે છે. જોકે બન્નેમાં કેટલીક વાતોનું અંતર છે.
Twitter અંગ્રેજી ભાષામાં અવેલેબલ છે, જ્યારે Koo App હિન્દી, અંગ્રેજી સહિત 8 દેશી ભાષાઓમાં ઉપલબ્ધ છે.
Twitterમાં શબ્દોની લિમીટ 280 છે, જ્યારે Koo Appમાં શબ્દોની લિમીટ 350 રાખવામાં આવી છે.
Twitter અમેરિકાની કંપની છે, જ્યારે Koo એક ભારતીય App છે.
Twitter પર ડિટેલ્સ લીક થવા પર ખતરો થઇ શકે છે, પરંતુ Koo એક દેસી App છે, એટલે જાણકારીઓ દેશના સર્વરમાં જ સેફ રહેશે.
Twitterના CEO જેક ડૉર્સી Jack Dorsey છે, જ્યારે Koo Appના Aprameya radhakrishnan અને Mayank Bidawatka છે.
Koo App પર Twitterની જેમ જ પૉસ્ટ અને ફોટો-વીડિયો શેર કરી શકાય છે.
આ ડાઉનલૉડ કરો Koo App....
Koo App ડિજીટલ ઇન્ડિયા આત્મનિર્ભર ભારત ઇનૉવેટ ચેલેન્જનુ વિજેતા રહ્યું હતુ. Koo App એક ફ્રી એપ છે, અને તમે આને ગૂગલ પ્લે સ્ટૉરની સાથે એપલ એપ સ્ટૉર પરથી બિલકુલ ફ્રીમાં ડાઉનલૉડ કરી શકો છો. આ માટે તમારે ગૂગલ પ્લે સ્ટૉર કે એપ સ્ટૉર પર Koo App સર્ચ કરવુ પડશે. એટલુ કર્યા બાદ સૌથી પહેલા 'Koo, Connect with Indians in Indian Languages' દેખાશે, જેને વેરિફાઇ કર્યા પછી તમે ડાઉનલૉડ કરી શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
દેશ
દેશ
Advertisement