શોધખોળ કરો
Advertisement
શું તમારો ફોન પણ થાય છે વારંવાર હેન્ગ? આ ટ્રિક્સથી મેળવો છુટકારો
તમારા ફોનને હેન્ગ થવાથી બચાવવો હોય તો સૌથી પહેલા જરૂરી છે કે તમારા ફોનમાં ઓછામાં ઓછી એપ્સ હોય. જે જરૂરી હોય તે જ એપ્લિકેશન ફોનમાં રાખો, આ કારણથી ફોન ધીમે કામ કરતો થઇ જાય છે
નવી દિલ્હીઃ આજકાલ સ્માર્ટફોન યૂઝરને કેટલાક પ્રૉબ્લમ ખુબ પરેશાન કરતા હોય છે, જેમ કે બેટરી, સ્માર્ટફોન હેન્ગ વગેરે. પરંતુ મોટાભાગના સ્માર્ટફોન યૂઝર્સનો પ્રૉબ્લમ સ્માર્ટફોન હેન્ગ થઇ જવાનો હોય છે. જો તમારો ફોન પણ વારંવાર હેન્ગ થઇ જતો હોય તો અહીં બતાવેલી ટિપ્સથી છુટકારો મેળવી શકો છો.
તમારા ફોનને હેન્ગ થવાથી બચાવવો હોય તો સૌથી પહેલા જરૂરી છે કે તમારા ફોનમાં ઓછામાં ઓછી એપ્સ હોય. જે જરૂરી હોય તે જ એપ્લિકેશન ફોનમાં રાખો, આ કારણથી ફોન ધીમે કામ કરતો થઇ જાય છે.
વારંવાર હેન્ગ થઇ જતા ફોનનો આ રીતે કરો પ્રૉબ્લમ સૉલ્વ....
આ માટે તમારા ફોનના ગૂગલ પ્લે સ્ટૉર્સમાં જવુ પડશે
આ પછી આમાં ત્રણ ડૉટ્સ પર ક્લિક કરો
આના પર ક્લિક કર્યા બાદ સેટિંગ્સમાં જાઓ, અને ઓટો અપડેટ ઓપ્શન પર ક્લિક કરો
આ પછી ત્રણ ઓપ્શન દેખાશે. આમાંથી તમારે not auto update app પર ક્લિક કરવાનુ છે
આમા કરવાથી તમારા ફોનમાં રહેલી એપ્સ ઓટોમેટિક અપડેટ નહીં થાય, જ્યારે તમે કરશો ત્યારે જ થશે, અને ફોન હેન્ગ થતો અટકી જશે.
ફોનને હેન્ગ થતો બચાવવા માટે બીજો એક રસ્તો.....
આ માટે તમારે મોબાઇલના સેટિંગમાં જવુ પડશે
સેટિંગમાં ગયા બાદ તમે About ફોન પર ક્લિક કરો
હવે તમને બિલ્ડ નંબર દેખાશે. આના પર 6-7 વાર ક્લિક કરો
ક્લિક કરવાથી ડેવલપર ઓપ્શનમાં જાઓ અને તેને ઓન કરી દો
જેવુ ડેવલપર ઓપ્સન ઓન કરશો તમારી સામે કેટલાય ઓપ્શન ખુલી જશે
આ ઓપ્સનમાંથી Window Animation Zoom, Transition Animation Scale Animator Duration Scale આ ત્રણેયને બંધ કરી દેવાનુ છે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement