96 વર્કઆઉટ મોડ સાથે Huawei Band 6 લોન્ચ, બે અઠવાડિયા સુધી બેટરી લાઈફ, જાણો કિંમત અને ફીચર્સ
Huawei Band 6 માં 1.47 ઈંચની ફૂલ વ્યૂ ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લે 282 PPI સાથે 194 x 368 પિક્સલના હાઈ રિઝોલ્યૂશન સાથે આવે છે. આ બેન્ડ 96 વર્કઆઉટ મોડ્સ, ઓલ- ડે Spo2 મોનિટરિંગ,TruSleep 2.0, સ્લીપ ટ્રેકિંગ, TruSeen 4.0 24x7 હાર્ટ રેટ મોનિટરિંગ, TruRelax સ્ટ્રેસ મોનિટરિંગ ટેકનોલોજી સાથે આવે છે. આ ઉપરાંત, તેમાં UV ટ્રિટેટ સ્કિન ફ્રેન્ડલી સિલિકોન સ્ટ્રેપ છે.
Huaweiએ પોતાનું શાનદાર સ્માર્ટ ફિટનેસ બેન્ડ Huawei Band 6 લોન્ચ કરી દીધું છે. આ ફિટનેસ બેન્ડમાં એક મોટી AMOLED ડિસ્પ્લે અને દમદાર બેટરી આપવામાં આવી છે. તેની સાથે આ સ્માર્ટ બેન્ડમાં હાર્ટ મૉનિટરિંગ સેન્સર, સ્લીપ ટ્રેકર, બ્લડ ઓક્સીજન, ટ્રેકર, સ્ટ્રેસ મોનિટર સહિત અનેક હેલ્થ ફીચર્સ આપ્યા છે. તેમાં 96 વર્કઆઉટ મોડ આપવામાં આવ્યા છે. આ ફિટનેસ બેન્ડ હાલમાં મલેશિયમાં લોન્ચ કરવામાં આવ્યું છે.
Huawei Band 6 ની કિંમત
Huawei Band 6 ની કિંમતની વાત કરીએ તો, મલેશિયામાં તેની કિંમત 3800 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટ બેન્ડને અમ્બર સનરાઈઝ, ફોરેસ્ટ ગ્રીન અને ગ્રેફાઈટ બ્લેક કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. Huawei Band 6 ની ભારત સહિત અન્ય દેશોમાં લોન્ચ કરવાની હાલ કોઈ જાણકારી આપવામાં આવી નથી.
Huawei Band 6 સ્પેસિફિકેશન
Huawei Band 6 માં 1.47 ઈંચની ફૂલ વ્યૂ ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લે 282 PPI સાથે 194 x 368 પિક્સલના હાઈ રિઝોલ્યૂશન સાથે આવે છે. આ બેન્ડ 96 વર્કઆઉટ મોડ્સ, ઓલ- ડે Spo2 મોનિટરિંગ,TruSleep 2.0, સ્લીપ ટ્રેકિંગ, TruSeen 4.0 24x7 હાર્ટ રેટ મોનિટરિંગ, માસિક સ્રાવ ટ્રેકિંગ અને TruRelax સ્ટ્રેસ મોનિટરિંગ ટેકનોલોજી સાથે આવે છે. આ ઉપરાંત, તેમાં UV ટ્રિટેટ સ્કિન ફ્રેન્ડલી સિલિકોન સ્ટ્રેપ છે.
Huawei Band 6 ની ખાસ વાત એ છે કે તેની બેટરી લાઇફ વધુ છે. કંપનીના જણાવ્યા અનુસાર, બેન્ડ સામાન્ય ઉપયોગ માટે 14 દિવસની અને ભારે ઉપયોગ માટે 10 દિવસ બેટરી આપે છે. તેની સાથે 5 મિનિટ ચાર્જિંગ 2 દિવસનો બેટરી બેકઅપ આપે છે.
આ પણ વાંચો.....
માત્ર 9 રૂપિયામાં ખરીદો LPG ગેસ સિલિન્ડર, આ રીતે ઉઠાવો શાનદાર ઓફરનો લાભ