20,000થી ઓછી કિંમતમાં મળી રહ્યાં છે આ શાનદાર ફોન, જાણો 'બજેટમાં ફિટ ને ફિચર્સમાં હિટ' સ્માર્ટફોન્સ વિશે....
અમે તમને કેટલાક એવા સ્માર્ટફોન બતાવી રહ્યાં છીએ, જે બજેટમાં ફિટ અને ફિચર્સમાં હિટ છે. આ સ્માર્ટફોન એડવાન્સ ટેકનોલૉજી પર આધારિત છે, અને પોતાની કેટેગરીમાં બેસ્ટ ઓપ્શન બનીને સામે આવ્યા છે. આને કેટલાય વેરિએન્ટની સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ જો તમે આજકાલ સ્માર્ટફોન ખરીદવાન પ્લાનિંગ કરી રહ્યાં છો, તો અમે તમને કેટલાક એવા સ્માર્ટફોન બતાવી રહ્યાં છીએ, જે બજેટમાં ફિટ અને ફિચર્સમાં હિટ છે. આ સ્માર્ટફોન એડવાન્સ ટેકનોલૉજી પર આધારિત છે, અને પોતાની કેટેગરીમાં બેસ્ટ ઓપ્શન બનીને સામે આવ્યા છે. આને કેટલાય વેરિએન્ટની સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યા છે.
SAMSUNG GALAXY A21 S-
સેમસંગના સ્માર્ટફોન હાલના સમયમાં ભારતીય માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે. સેમસંગના ગેલેક્સી A21 S ફોનની કિંમત લગભગ 15 હજાર રૂપિયા છે. આમાં 6.5 ઇંચની ડિસ્પ્લે અને Exynos 850 ઓક્ટાકૉર પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આમાં 6GB રેમ અને 128GB સ્ટૉરેજ છે. આમાં 48+8+2+2 મેગાપિક્સલના રિયર કેમેરા સેટઅપ અને 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે. આમાં 5000 mAhની બેટરી છે.
REALME 6 PRO-
રિયલમીનો આ ફોન ખુબ સારા ફિચર્સ સાથે મળી રહ્યો છે. આ સ્માર્ટફોનની કિંમત લગભગ 18 હજાર રૂપિયા છે. આમાં 6.6-इंच ની ફૂલ એચડી ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન 720G પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ફોનમાં 6GB રેમ અને 64GB સ્ટૉરેજ છે. કેમેરાની વાત કરીએ તો આમાં 64+8+12+2 મેગાપિક્સલનો રિયર કેમેરા સેટઅપ અને 16+8 મેગાપિક્સલનો ડ્યૂલ સેલ્ફી કેમેરો છે. આ સ્માર્ટફોનમાં 4300mAhની દમદાર બેટરી આપવામાં આવી છે.
POCO X2-
સ્માર્ટફોન નિર્માતા કંપની પોકો ઓછી કિંમતમાં જબરદસ્ત ક્વૉલિટી વાળા ફોન માટે દેશમાં જાણીતી છે. આ ફોનની કિંમત લગભગ 16 હજાર રૂપિયા છે. ફિચર્સની વાત કરીએ તો આમાં 6.67- ઇંચની ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન 720G પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ફોન 6GB રેમ અને 64GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની સાથે મળી રહ્યું છે. આમાં 64+8+2+2 મેગાપિક્સલનો રિયર કેમેરા સેટઅપ અને 20+2 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે. ફોનમાં 4500mAhની બેટરી આપવામાં આવી છે.
માર્કેટમાં મળી રહેલા આ સ્માર્ટફોનની કિંમત 20 હજાર રૂપિયાથી ઓછી છે, અને ખાસ વાત છે કે આ સામાન્ય માણસના બજેટમાં ફિટ બેસે છે, એટલે કહી શકાય કે સ્માર્ટફોન બજેટમાં ફિટ અને ફિચર્સમાં હિટ છે.