સોશ્યલ મીડિયા યૂઝર છો ? જાણી લો WhatsApp, Facebook, Telegramમાં ક્યાં તમારો કેટલો ડેટા સેવ થાય છે ?
હાલમાં એપ્પલ કંપનીએ આઈફોનના એપ સ્ટોરમાં તમામ એપ્સને ડેટા સ્ટોર સાથે જોડાયેલી જાણકારી આપવા કહ્યું હતું. બાદમાં ફેસેબુકે, વોટ્સએપ, સિગ્નલ અને ટેલીગ્રામના ડેટા આંકડા સામે આવ્યા છે.
નવી દિલ્હીઃ આજકાલ વધારે પડતા લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે એવામાં તમારો ઘણો બધો ડેટા આ સાઈટ્સ પાસે હોય છે. હવે વોટ્સએપ યૂઝર્સેને લઈ નવી પોલિસી છે જેમાં જો તમે વોટ્સએપનો ઉપયોગ કરો છો તો વોટ્સએપ પેર તમારો ડેટા કંપની સ્ટોર કરશે અને તેને પોતાની પેરંટ કંપની ફેસબુકે અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરશે. જો તમે વોટ્સએપેની આ શરત સાથે સહમત નહી થાવ તો તમારૂ વોટ્સએપ એકાઉન્ટે બંધ થઈ જશે. હાલમાં એપ્પલ કંપનીએ આઈફોનના એપ સ્ટોરમાં તમામ એપ્સને ડેટા સ્ટોર સાથે જોડાયેલી જાણકારી આપવા કહ્યું હતું. બાદમાં ફેસેબુકે, વોટ્સએપ, સિગ્નલ અને ટેલીગ્રામના ડેટા આંકડા સામે આવ્યા છે.આ પ્લેટફોર્મ યૂઝર્સના કયા ક્યાં ડેટા સ્ટોરે કરે છે આવો જાણીએ. એપલની પ્રાઈવેસી લેબલ્સ અપેડેટથી ખબર પડી છે કે ફેસબુક અને વોટ્સએપ તમારો સૌથી વધારે ડેટા સ્ટોરે કરે છે. આ સિવાય ઈન્સ્ટાગ્રામ પણ તમારો ઘણો ડેટા સ્ટોર કરે છે. ફેસેબુક મેસેન્જર આ મામલે સૌથી આગળ છે.
WhatsApp ડેટા સ્ટોર- વોટ્સએપ તમારી ડિવાઈસ ID, યૂર્ઝસ ID,એડવર્ટાઈઝિંગ ડેટા, પરચેઝ હિસ્ટ્રી,લોકેશન, ફોન નંબર, ઈમેઈલ એડ્રેસ, કોન્ટેક્ટ, પ્રોડક્ટ્સ ઈંટરેક્શન, ક્રેશ ડેટા, પરફોર્મન્સ ડેટા, પેમેન્ટે ઈન્ફોર્મેશને, કસ્ટમર સપોર્ટ, યૂઝર કન્ટેન્ટ જેવા ડેટા સ્ટોર કરે છે. ફેસેબુક મેસેન્જર ડેટા સ્ટોર- પરચેઝ હિસ્ટ્રી, ફાઈનાન્સિયલ ઈંફો, પ્રિસાઈઝ લોકેશન, ફિઝિકલ એડ્રેેસ, ઈમેઈલ એડ્રેસે, નામ, ફોન નંબર, કોન્ટેક્ટ ઈંફો, ફોટો વીડિયો ગેમ પ્લે કન્ટેઈન, બ્રાઉઝિંગ હિસ્ટ્રી, સર્ચ હિસ્ટ્રી, ડિવાઈસ ID, યૂર્ઝસ ID,પ્રોડક્ટ્સ ઈંટરેક્શન, એડવર્ટાઝિંગ ડેટા, ક્રેશ ડેટા, પરર્ફોમ ડેટા, હેલ્થ, ફિટનેસ, પેમેન્ટ ઈન્ફોર્મેશન, ઓડિયો ડેટા, ઈમેલ એડ્રેસ, ફોન નંબર સર્ચે હિસ્ટ્રી
Signal ડેટા સ્ટોર - આ એપ તમારો કોઈ પર્સનલ ડેટા સ્ટોર નથી કરતી પર્સનલ ડેટા તેરીકે Signal માત્ર તમારો ફોન નંબર સ્ટોર કરે છે. આ એપ તમારા નંબરથી તમારી ઓળખ જોડાવાની પણ કોશિશ નથી કરતી.
Telegram ડેટા સ્ટોર- ટેલીગ્રામ તમારી કોન્ટેક્ટ ઈન્ફોર્મેશન, કોન્ટેક્ટ, યૂર્ઝસ આઈડી જેવો ડેટા સ્ટોર કરે છે.
આ પણ વાંચો.........
Summer Tips: કાળઝાળ ગરમીમાં બહાર જવું પડે તો 5 વાતો રાખો ધ્યાનમાં, નહીં પડો બીમાર
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે? જાણો શું કહે છે ભાજપના સૂત્રો
Panchayat 2 : જલ્દી જ દર્શકોને ફરી હસાવવા આવી રહી છે પંચાયતની બીજી સીઝન, જાણો કેવી હશે વાર્તા
Delhi Covid 19 Update: રાજધાની દિલ્હીમાં કોરોનાના 1520 નવા કેસ, જાણો અન્ય રાજ્યમાં કેટલા કેસ નોંધાયા