શોધખોળ કરો

હવે TikTokની જેમ ઇન્સ્ટાગ્રામ પરથી પણ બનાવી શકાશે શોર્ટ વીડિયો, કંપનીએ આપ્યુ આ ફિચર

કંપનીએ રીલ્સ ફિચર વિશે વાત કરતા કહ્યું કે રીલ્સ મનોરંજનનુ ભવિષ્ય છે, અને મોટી મીડિયા કંપનીઓથી લઇને વ્યક્તિગત સામગ્રી નિર્માતાઓ સુધી બધાને કવર કરશે. આ ઉપરાંત રીલ્સને હાલમાં થોડાક દેશોમાં જ લૉન્ચ કરવામાં આવ્યુ છે. બ્રાઝિલ, જર્મની અને ફ્રાન્સ બાદ ભારત આ ફિચર મેળવનારો ચોથો દેશ છે

નવી દિલ્હીઃ ભારતમાં ઝડપથી લોકપ્રિય થઇ રહેલી ટિકટિક પર સરકાર દ્વારા બેન લગાવાયા બાદ હવે અન્ય કંપનીઓ આનો ફાયદો ઉઠાવવા મથી રહી છે. ફેસબુકના સ્વામિત્વવાળી સોશ્યલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામે આજે પોતાના યૂઝર્સ માટે એક ખાસ ફિચર લૉન્ચ કરી દીધુ છે. ઇન્સ્ટાગ્રામે રીલ્સ ફિચર રિલીઝ કર્યુ છે, જેની મદદથી યૂઝર્સ ટિકટૉકની જેમ વીડિયો બનાવી શકશે. ઇન્સ્ટાગ્રામ અનુસાર, ભારતમાં ઇન્સ્ટાગ્રામ પૉસ્ટની એક તૃત્યાંશથી વધુ લાંબી-નાની અને નાના ફોર્મેટ વાળા વીડિયો સહિતના વીડિયો બને છે. સર્વિસે એ પણ જોયુ કે મહામારી દરમિયાન વીડિયોનુ લાઇવ સ્ટ્રીમિંગ એક વધતુ ટ્રેન્ડ બની ગયો હતો. કંપનીએ રીલ્સ ફિચર વિશે વાત કરતા કહ્યું કે રીલ્સ મનોરંજનનુ ભવિષ્ય છે, અને મોટી મીડિયા કંપનીઓથી લઇને વ્યક્તિગત સામગ્રી નિર્માતાઓ સુધી બધાને કવર કરશે. આ ઉપરાંત રીલ્સને હાલમાં થોડાક દેશોમાં જ લૉન્ચ કરવામાં આવ્યુ છે. બ્રાઝિલ, જર્મની અને ફ્રાન્સ બાદ ભારત આ ફિચર મેળવનારો ચોથો દેશ છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ યૂઝર્સને નાના ફોર્મેટ વાળા વીડિયો બનાવી આપશે, જે ડિફૉલ્ટ રીતે ઇન્સ્ટાગ્રામના એક્સ્પૉલરર ટેબની સાથે શેર કરવા માટે ઉપલબ્ધ હશે. જોકે યૂઝર્સની પાસે પોતાના વીડિયોને સીધો પોતાની સ્ટૉરીમાં શેર કરવા અને ફીડ કરવાનો ઓપ્શન પણ હશે. હવે TikTokની જેમ ઇન્સ્ટાગ્રામ પરથી પણ બનાવી શકાશે શોર્ટ વીડિયો, કંપનીએ આપ્યુ આ ફિચર ઇન્સ્ટાગ્રામ એક્સ્પૉર સેક્શનમા કોઇ ચેન્જ નહીં કરવામાં આવે, જોકે ટૉપ પર રીલ્સ માટે કન્ટેન્ટ હશે જેને બહુ જલ્દી અપડેટની સાથે સામેલ કરવામાં આવશે. ઇન્સ્ટાગ્રામે એ પણ ખુલાસો કર્યો છે કે એકવાર એપે સ્પીડ પકડી તો આ એક પૈસા કમાવવાનુ મૉડલ પણ સ્થાપિત કરશે. ધ્યાન રહે ઇન્સ્ટાગ્રામ રીલ્સ એક નવુ, અલગ કે એપ્લિકેશન નહીં હોય પણ ઇન્સ્ટાગ્રામ એપનો જ એક ભાગ હશે, જોકે ટેસ્ટ બાદ, આ સુવિધાને જલ્દી ભારતમાં વ્યાપક રીતે રૉલઆઉટ થશે, આ સુવિધા આજથી ભારતમાં 7.30 વાગ્યાથી યૂઝર્સ માટે શરૂ કરી દેવામાં આવી છે, જે ધીમે ધીમે યૂઝર્સના ફોનમાં આવશે.

ટોપ સ્ટોરી

Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી

ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...

ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય

ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?
Delhi Building Collapse: દિલ્લીના મોતી બાગ વિસ્તારમાં મોટી દુર્ઘટના, પાંચ માળની હોસ્ટેલ ધરાશાયી થતા દોડધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...
ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
સાબરકાંઠામાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે રોષ: 12 ગામોના ખેડૂતોનો નિર્ણય, શરતો નહીં માનો તો વાવેતર બંધ

બોટાદમાં ₹1 કરોડના તોડકાંડથી ખળભળાટ: ભાજપ નેતાએ જ પોતાની પાર્ટી અને પોલીસ પર કર્યા આક્ષેપ

Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત

Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા

Embed widget