ઇન્સ્ટાગ્રામ પર આવ્યુ વધુ એક નવુ ફિચર, હવે તમે વીડિયોમાંથી કરી શકશો આ ખાસ કામ, જાણો વિગતે
આ કડીમાં હવે ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર વીડિયો માટે ઓટૉમેટિક કેપ્શનને રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. આ અંતર્ગત તમે જો ઓડિયો નથી સાંભળી શકતા તો વીડિયો પર આવનારા કેપ્શન ને વાંચીને સમજી શકશો.
નવી દિલ્હીઃ ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ (Instagram)નો ફોકસ હવે પુરેપુરી રીતે શોર્ટ વીડિયો પ્લેટફોર્મ પર છે. તે કોઇપણ કિંમત પર ટિકટૉક (TikTok) ને ટક્કર આપવા માંગે છે. આ જ કારણ છે કે કંપની સતત પોતાના શોર્ટ વીડિયો (Shorts Video) પ્લેટફોર્મ રીલ્સ (Instagram Reels) પર ફોકસ કરી રહી છે, અને નવા નવા ફિચર્સ એડ કરી રહી છે. આ કડીમાં હવે ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર વીડિયો માટે ઓટૉમેટિક કેપ્શનને રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. આ અંતર્ગત તમે જો ઓડિયો નથી સાંભળી શકતા તો વીડિયો પર આવનારા કેપ્શન ને વાંચીને સમજી શકશો.
શું થશે ફાયદો -
ઇન્સ્ટાગ્રામ રીલ્સ (Instagram) પર એડ કરવામાં આવેલા આ ફિચર ટિકટૉક પર ગયા વર્ષે જ આવી ગયુ હતુ. આ ફિચરના કેટલાય ફાયદા થશે. સૌથી મોટો ફાયદો એ છે કે વીડિયો (Video) જોતી વખતે જે લોકો વૉલ્યૂમ બટન યૂઝ નથી કરવા માંગતા તે વિના વૉલ્યૂમ વધારે પણ નવા ફિચરની મદદથી કેપ્શન દ્વારા વાત સમજી જશે, જે લોકો સાંભળી નથી શકતા, તેમના માટે આ ફિચર સૌથી ખાસ હશે. આવા લોકો કેપ્શન વાંચીને પણ વીડિયોનો મેસેજ સમજી શકે છે. આ ઉપરાંત ભીડભાડ વાળા પ્લેસ કે પબ્લિક પ્લેસ જ્યાં તમે સાઉન્ડ નથી ઇચ્છતા પરંતુ વીડિયો જોવા માંગો છો, તે સ્થિતિમાં પણ આ કારગર થશે.
કઇ રીતે કરશે કામ -
આ ફિચરનો યૂઝર કરવા માટે તમારે કોઇપણ વીડિયોના ડાબી બાજુ આવેલા ત્રણ ડૉટ પર ક્લિક કરવુ પડશે. આ પછી Manage Captions ઓપ્શન પર ક્લિક કરો. હવે તમે અહીંથી આ ફિચરને ઓન અને ઓફ બન્ને કરી શકશો.
આ પણ વાંચો.......
ITA એવોર્ડમાં abp ન્યૂઝનો વાગ્યો ડંકો, સૌથી લોકપ્રિય હિંદી ન્યૂઝ ચેનલનો મળ્યો એવોર્ડ
આર્મીમાં ઓફિસર બનવાની સુવર્ણ તક, આ જગ્યાઓ ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
IPL 2022: MS ધોની ફરી નવા લુકમાં દેખાયો, બન્યો 'પિતા'; IPLનો નવો પ્રોમો રિલીઝ
શેન વોર્નની યાદમાં રડી પડ્યાં રિકી પોંટિંગ, ન રોકી શક્યા આંસુ, ન નીકળ્યા શબ્દો, જુઓ વીડિયો