આ કંપની આપી રહી છે ફક્ત 7.6 રૂપિયામાં 1.5 GB ડેટા, અનલિમીટેડ કૉલિંગ અને 100 SMS, જાણો ઓફર
રિલાયન્સ જિઓ તાજેતરમાં જ આખા મહિનાની વેલિડીટ આપવા માટે ઇન્ડસ્ટ્રીનો પહેલો અનલિમીટેડ પ્રીપેડ પ્લાન લૉન્ચ કર્યો હતો.
નવી દિલ્હીઃ ટેલિકૉમ કંપની રિલાયન્સ જિઓ તાજેતરમાં જ આખા મહિનાની વેલિડીટ આપવા માટે ઇન્ડસ્ટ્રીનો પહેલો અનલિમીટેડ પ્રીપેડ પ્લાન લૉન્ચ કર્યો હતો. આને 'કેલેન્ડર મન્થ વેલિડિટી પ્રીપેડ પ્લાન' કહેવામાં આવે છે, આ પ્લાનની કિંમત 259 રૂપિયા છે, અને આ પ્લાનનો ફાયદો એ છે કે આ માસિક વેલિડિટીની સાથે આવે છે, ભલે મહિનામાં 30 દિવસ, 31 દિવસ કે પછી 28 દિવસ હોય.
આનો મતલબ એ છે કે યૂઝર્સ દર મહિના ઠીક તે જ દિવસે પોતાના જિઓ નંબરનુ રિચાર્જ કરાવવુ પડશે. ઉદાહરણ માટે, જો તમે 30 માર્ચ તમારુ Jio પ્રીપેડ નંબર રિચાર્જ કર્યુ છે, તો આગામી રિચાર્જ આગામી મહિને તે જ દિવસે (30 એપ્રિલ, 30 મે, 30 જૂન અને આ જ રીતે) કરવામાં આવશે.
ફિચર્સના મામલામાં બીજા પ્લાન્સથી બહુ પાછળ નથી. આ અનલિમીટેડ કૉલિંગ 1.5GB ડેટા, દરરોજ 100 એસએમએસ અને Jio એપ્સ અને સર્વિસ સુધી પહોંચ પ્રદાન કરે છે. આ પ્લાનની કિંમત 259 રૂપિયા છે. રિલાયન્સ જિઓની પાસે પહેલાથી જ લગભગ 5 અન્ય પ્રીપેડ પ્લાન છે જે 1.5GB ડાટેની પેશકશ કરે છે, અને તમારા માટે આ પસંદ કરવુ આસાન બનાવે કે શું નવો કેલેન્ડર મન્થ વેલિડિટી પ્રીપેડ પ્લાન એક સારો ઓપ્શન છે કે તમારે કંપની દ્વારા આપવામાં આવેલા નિયમિત અનલિમીટેડ પ્લાન્સની સાથે ચાલુ રાખવો જોઇએ.
જિઓના 119 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા આપવામાં આવી રહ્યો છે, આ ઉપરાંત અનલિમીટેડ કૉલિંગ અને કુલ 300 SMS આપવામાં આવી રહ્યાં છે, આ પ્લાનની વેલિડિટી 14 દિવસની છે.
જિઓના 199 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા આપવામાં આવી રહ્યો છે, આ ઉપરાંત અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS આપવામાં આવી રહ્યાં છે, આ પ્લાનની વેલિડિટી 23 દિવસની છે.
જિઓના 239 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા આપવામાં આવી રહ્યો છે, આ ઉપરાંત અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS આપવામાં આવી રહ્યાં છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
જિઓના 479 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા આપવામાં આવી રહ્યો છે, આ ઉપરાંત અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS આપવામાં આવી રહ્યાં છે, આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે.
જિઓના 666 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS આપવામાં આવી રહ્યાં છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે.
જિઓના 2545 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS આપવામાં આવી રહ્યાં છે, આ પ્લાનની વેલિડિટી 336 દિવસની છે. આ પ્લાનને એકવાર રિચાર્જ કરાવ્યા બાદ ફોન યૂઝરને માત્ર 7.6 રૂપિયાના દરરોજમાં 1.5 જીબી ડેટા અનલિમીટેડ કૉલિંગ અને 100SMS મળી જાય છે.
આ પણ વાંચો.........
Home Loan લેવા પર ટેક્સમાં થાય છે મોટી બચત, જાણો ટેક્સ ડિડક્શના તમામ નિયમ
ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો
Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો
Summer 2022 : ગરમીએ તોડ્યો 122 વર્ષનો રેકોર્ડ, જાણો ક્યાં નોંધાયું સૌથી વધુ તાપમાન