ચાલુ WhatsApp ગ્રુપ કોલમાં કઈ રીતે જોડાવું, કંપનીએ લોન્ચ કર્યું શાનદાર ફીચર
WhatsApp હંમેશા તેના યુઝર્સની સુવિધા માટે બદલાવ કે અપગ્રેડ કરતું રહે છે. હવે WhatsApp એક નવું ફીચર શરૂ કર્યું છે. જેના દ્વારા તમે ગ્રુપ કોલની વચ્ચે જોડાઈ શકો છો.
WhatsApp હંમેશા તેના યુઝર્સની સુવિધા માટે બદલાવ કે અપગ્રેડ કરતું રહે છે. હવે WhatsApp એક નવું ફીચર શરૂ કર્યું છે. જેના દ્વારા તમે ગ્રુપ કોલની વચ્ચે જોડાઈ શકો છો.
કંપનીએ એપમાં એક ફીચર ઉમેરવાની જાહેરાત કરી છે જેની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ સુવિધાની મદદથી, યૂઝર્સ બાદમાં ચૂકી ગયેલા ગ્રુપ વીડિયો અથવા વોઈસ કોલમાં જોડાઈ શકે છે.
આનો અર્થ એ છે કે જો કોઈને કોલ આવે અને તે કોલ ચૂકી જાય, તો જો કોલ ચાલુ હોય તો તે આ ગ્રુપ વીડિયો અથવા વોઈસ કોલ વચ્ચે જોડાઈ શકે છે. જો ફોન ચાલુ છે તો તમે ડ્રોપ કરી ફરીથી જોડાઈ શકો છો.
તમને જણાવી દઈએ કે થોડા અઠવાડિયા પહેલા WhatsAppએ આ સુવિધા આપી છે. જેમને ગ્રુપ વિડીયો કોલ કે વોઈસ કોલની સૌથી વધુ જરૂર હોય તેમના માટે આ સુવિધા ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ઘણી વખત કોલ અધવચ્ચે જ કાપી નાખવો પડે છે પણ ફરી જોડાવાનો કોઈ વિકલ્પ નથી રહેતો. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કંપનીએ આ ફીચર લોન્ચ કર્યું છે, યુઝર્સ હવે કોલ ટેબ પર જઈને સરળતાથી મિસ્ડ વોઈસ કે વીડિયો કોલમાં જોડાઈ શકે છે.
કંપનીએ કહ્યું છે કે કોલ ઇન્ફો સ્ક્રીન પણ દેખાશે. જ્યાં તમે શોધી શકો છો કે કોલ પર કેટલા લોકો છે અને કોને આમંત્રિત કરવામાં આવ્યા છે પરંતુ જોડાયા નથી. જો તમે ડ્રોપ પર ક્લિક કરો છો તો તમે ફરી કોલ ટેબ દ્વારા જોડાઈ શકો છો.