શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
લૉકડાઉનમાં ખેડૂતોને મદદ કરવા સરકારે લૉન્ચ કરી એપ, હવે ઘરે બેઠાં-બેઠાં વેચી શકાશે પાક
આ મોબાઇલ એપથી ખેડૂતોને ખાસ ફાયદો થશે, ખેડૂતોને પોતાનો માલ મંડીઓ સુધી પહોંચાડવા માટે આસાની રહેશે
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટના કારણે દેશના ખેડૂતો સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા છે. રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના કારણે ખેડૂતો પોતાના પાકને યોગ્ય રીતે વેચી શકતા નથી, આ મામલાને ધ્યાનમાં રાખીને મોદી સરકારે ખેડૂતોને મદદ કરવા માટે એક ખાસ એપ લૉન્ચ કરી છે.
મોદી સરકારે ખેડૂતો માટે 'કિસાન રથ' નામની એપ લૉન્ચ કરી છે. આ મોબાઇલ એપથી ખેડૂતોને ખાસ ફાયદો થશે, ખેડૂતોને પોતાનો માલ મંડીઓ સુધી પહોંચાડવા માટે આસાની રહેશે.
'કિસાન રથ' એપ મારફતે ખેડૂતો અને વેપારીઓ પાકનુ ખરીદ-વેચાણ આસાનીથી કરી શકશે. આમાં માલ ભરનારા વાહનો અને ટ્રાન્સપોર્ટરોથી લઇને ખેતીના પાકની તમામ માહિતીઓ મળી શકશે, ખેડૂતો પોતાની ગાડીનુ રજિસ્ટ્રેશન પણ કરાવી શકશે. તાજેતરમાં જ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોની આર્થિક ગતિવિધિઓને પાટા પર લાવવા માટે મદદ અને પ્રાથમિક જરૂરિયાતોની વાત કહી હતી, હવે સરકાર તેને લાગુ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion