શોધખોળ કરો
Advertisement
માઇક્રોમેક્સે લૉન્ચ કર્યા In Note 1 અને IN 1B, જાણો કેટલા રૂપિયામાં ક્યાંથી ખરીદી શકાશે આ બન્ને ફોન
માઇક્રોમેક્સે In Note 1 અને IN 1B સ્માર્ટફોનને દમદાર ફિચર્સ અને ઓછી કિંમત સાથે લૉન્ચ કર્યા છે. જો તમે આને ખરીદવા માંગતા હોય તો અહીંથી ખરીદી શકો છો
નવી દિલ્હીઃ ભારતમાં ચીની કંપનીઓને ટક્કર આપવા માટે ફરી એકવાર ભારતીય સ્માર્ટફોન મેકર માઇક્રોમેક્સ મેદાનમાં આવી છે. માઇક્રોમેક્સે આ વખતે બે બજેટ સેગમેન્ટના ફોન લૉન્ચ કરીને માર્કેટમાં એન્ટ્રી કરી છે. કંપનીએ એક ઓનલાઇન ઇવેન્ટમાં પોતાના બે દમદાર માઇક્રોમેક્સે IN સીરીઝના ફોન In Note 1 અને IN 1Bને લૉન્ચ કરી દીધા છે.
માઇક્રોમેક્સે In Note 1 અને IN 1B સ્માર્ટફોનને દમદાર ફિચર્સ અને ઓછી કિંમત સાથે લૉન્ચ કર્યા છે. જો તમે આને ખરીદવા માંગતા હોય તો અહીંથી ખરીદી શકો છો.
ક્યાંથી ખરીદી શકાશે આ ફોન
માઇક્રોમેક્સના આ ફોનને Micromaxના ઓનલાઇન સ્ટૉર પરથી ખરીદી શકાય છે. આ ઉપરાંત તમે ઇચ્છો તે આને ઇ-કોમર્સ વેબસાઇટ Flipkart પરથી પણ ખરીદી શકો છો. Micromax IN 1Bના ત્રણ કલર વેરિએન્ટ છે. જ્યારે Micormax In Note 1ને વ્હાઇટ અને ગ્રીન કલર વેરિએન્ટ સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે.
માઇક્રોમેક્સ In Note 1 અને IN 1Bની કિંમત
Micromax IN Note 1ની કિંમત 10,999 રૂપિયાથી શરૂ થશે, આ ફોનમાં તમને 4GB રેમ અને 64GB સ્ટૉરેજ મળશે, વળી 128GB મેમરી વેરિએન્ટની કિંમત 12,999 રૂપિયા રાખવામાં આવી છે. Micromax IN 1Bના 2GB રેમની સાથે 32GB મેમરી વાળા વેરિએન્ટની કિંમત 6,999 રૂપિયા હશે. વળી 4GB રેમની સાથે 64GB ના સ્ટૉરેજ વાળા બીજા વેરિએન્ટની કિંમત 7,999 રૂપિયા રાખવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement