શોધખોળ કરો

જિઓથી લઇને એરટેલ સુધી બધા જ મોબાઇલ રિચાર્જ આવતા મહિનાથી થઇ જશે મોંઘા, જાણો કેમ

છેલ્લીવાર ત્રણેય કંપનીઓ તરફથી ટેરિફ દરોમાં વધારા (Mobile Tariff Hike) બાદ પ્લાન એકદમથી મોંઘા થઇ ગયા.

Mobile Tariff Hike: દિગ્ગજ મોબાઇલ કંપનીયો- એરટેલ (Airtel), રિલાયન્સ જિઓ (Reliance Jio) અને વૉડાફોન આઇડિયા (Vodafone Idea)ના રેટિફ વધી જશે. પ્રાઇવેટ સેક્ટરની ટેલિકૉમ કંપનીઓ તરફથી ચાલુ નાણાંકીય વર્ષની બીજી ત્રિમાસિક એટલે કે જુલાઇ-સપ્ટેમ્બરની વચ્ચે પોતાના ટેરિફ રેટ (Mobile Tariff)માં વધારો કરવામાં આવી શકે છે.  

જો કંપનીઓ તરફથી આવુ નહીં કરવામાં આવશે તો સર્વિસની ક્વૉલિટી ખરાબ થઇ શકે છે.  જિઓના આવ્યા બાદ શરૂ થયેલી ફાસ્ટ કૉમ્પિટીશન બાદ ઇન્ડસ્ટ્રીએ ડિસેમ્બર 2019થી શુલ્ક દરોમાં વધારો (Mobile Tariff Hike) શરૂ કરી દીધો હતો. 

છેલ્લીવાર ત્રણેય કંપનીઓ તરફથી ટેરિફ દરોમાં વધારા (Mobile Tariff Hike) બાદ પ્લાન એકદમથી મોંઘા થઇ ગયા. ટૉપ ત્રણ કંપનીઓ (Jio, Airtel और Vi)ની આવકમાં ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન 20-25 ટકાનો જોરદાર વધારો થવાની આશા છે. 

ગુજરાતમાં નવી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 જાહેર, જાણો આ પોલિસી વિશે- 
GANDHINAGAR : ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં નવી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 જાહેર કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડિયા મિશનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ દ્વારા વધુ એક પહેલરૂપ નક્કર પગલુ ભરવામાં આવ્યુ છે.

‘ઓપ્ટિકલ ફાઈબર’ અને ‘મોબાઈલ ટાવર’ પ્રસ્થાપિત કરવા માટે તેના ઇન્સ્ટોલેશન માટેની પરવાનગી આપતા રાજ્યના તમામ વહીવટી વિભાગોની એક સંકલિત પોલિસી “ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-૨૦૨૨” જાહેર કરવામાં આવી છે.

આ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી થકી હવે અંડરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓવરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે Single Window Clearance પેટર્નથી ઇન્સ્ટોલેશન પરવાનગી મળતી થશે. 

પર્યાપ્ત બેન્ડવિથ સાથે એક મજબૂત માહિતી અને સંચાર ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા રાજ્યમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક અને ટેલિકોમ ટાવર સ્થાપિત કરવાની જરૂરિયાતોને ધ્યાને લેતાં ભારત સરકાર દ્વારા વર્ષ 2016માં “ Right of Way (ROW) POLICY ” જાહેર કરવામાં આવી હતી. જે અનુસંધાને ગુજરાત રાજ્યમાં પણ આ પોલિસીની જરૂરિયાતોને ધ્યાને લઇને આ નવી ROW (રો) પોલીસી તૈયાર કરવામાં આવી છે.

ગુજરાતમાં અલગ અલગ વહીવટી વિભાગો દ્વારા તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ઓપ્ટિકલ ફાઈબર) અને ઓવર ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (મોબાઈલ ટાવર) પ્રસ્થાપિત કરવા અલગ-અલગ નીતિઓ અમલી હતી. પરંતુ સમગ્ર રાજયમાં અંડરગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ઓપ્ટિકલ ફાઈબર) અને ઓવરગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (મોબાઈલ ટાવર) પ્રસ્થાપિત કરવા કોઇ સંકલિત- સમાન નીતિ ન હતી.

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ મંત્રી જીતુ વાઘાણીની દૂરંદેશી નીતિ તેમજ માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા પહેલ કરી રાજયમાં તમામ વહીવટી વિભાગોની આ બાબતે એક સંકલિત પોલીસી બનાવવા સંબંધિત વિભાગો સાથે પરામર્શ કરીને સમગ્ર રાજ્ય માટે અંડરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (UTl) માટે અને ઓવરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (OTl) માટેના ઇન્સ્ટોલેશન માટેની પરવાનગી આપવાની ભારત સરકારની નીતિને અનુરૂપ Single Window Clearance પેટર્ન મુજબ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 ની જાહેરાત કરવામાં આવી છે.

આજના આધુનિક યુગમાં ડીજીટલ વ્યવહારની ઝડપ પણ ખુબ અગત્યની છે તે માટે રાજ્યમાં અંડરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (UTl) અને ઓવરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (OTl) સ્થાવવા માટેની બાબતે સુગમતા તેમજ ઓનલાઇન મંજૂરી જેવી બાબતોને ધ્યાને લઈ ભારત સરકારની 2016ની નિતીને આધારે રાજ્યની આવી નીતિ ઘડવા તૈયાર કરવામાં આવી છે. 

આ નવી “રો” નીતિ મુજબ હવે ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાવવા માટેની તમામ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન થઇ જશે. તેની મંજુરી માટે 60 દિવસની સમયમર્યાદા નિયત કરાઇ છે. આ મંજુરી માટે અત્યાર સુધી જે જુદા-જુદા વિભાગો પોતાની અલગ-અલગ નીતિ ધરાવતા હતા તેની કાર્યવાહીમાં હવે એકસુત્રતા આવશે. 

રાજ્ય સરકારની નવી ROW (રો) પોલીસીના અમલીકરણથી ઇન્ટરનેટ થકી ઇ-ટ્રાન્ઝેક્શનમાં સુગમતા તથા બેન્ડવીથમાં થનાર વૃધ્ધિને પરિણામે રાજ્ય વિશ્વકક્ષાની હરોળમાં આવશે. રાજયમાં તમામ વહીવટી વિભાગોની એક જ સંકલિત પોલીસી બનવાથી લાભાર્થીઓને એક જ ઓનલાઇન પ્લેટફોર્મ પર કાર્યવાહી કરવી શક્ય બનશે અને “ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ”ની દિશામાં રાજ્યની એક નવી પહેલ લેખાશે.

આ માટેની મંજૂરી માટે નિયત સમય મર્યાદા રાખવામાં આવી હોવાથી વહીવટમાં પારદર્શિતા વધશે તેમજ વહીવટી પ્રક્રિયામાં ઝડપ આવશે. એટલુ જ નહિ, આ પોલીસીને લીધે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક આઇ.ટી.ક્ષેત્રનું રાજ્યમાં રોકાણ વધશે. જેને પગલે પરોક્ષ રીતે રોજગારી પણ વધશે અને જેનો ફાયદો રાજ્યના જીડીપીને થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Local Body Result Live Updates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે જાહેર કરાશે પરિણામ
Gujarat Local Body Result Live Updates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે જાહેર કરાશે પરિણામ
Plane Crash:  મોટી પ્લેન દુર્ઘટના, ટોરંટો એરપોર્ટ પર લેન્ડિંગ સમયે પલટી ગયું પ્લેન, અનેક લોકો ઇજાગ્રસ્ત
Plane Crash: મોટી પ્લેન દુર્ઘટના, ટોરંટો એરપોર્ટ પર લેન્ડિંગ સમયે પલટી ગયું પ્લેન, અનેક લોકો ઇજાગ્રસ્ત
ST નિગમના કર્મચારીઓના હિતમાં સરકારે શું લીધો મોટો નિર્ણય?
ST નિગમના કર્મચારીઓના હિતમાં સરકારે શું લીધો મોટો નિર્ણય?
Womens Premier League 2025: સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ, RCBએ દિલ્હીને હરાવ્યું
Womens Premier League 2025: સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ, RCBએ દિલ્હીને હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હૉસ્પિટલમાં દુઃશાસન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : વરદી સેવા માટે કે રૂપિયા કમાવવા માટે?Nitin Patel: સીદી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઈ લેવાદેવા નથીRajkot Hospital Video Scandal : મહિલાઓની સારવારના CCTV અપલોડ થવા મુદ્દે મોટો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Local Body Result Live Updates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે જાહેર કરાશે પરિણામ
Gujarat Local Body Result Live Updates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે જાહેર કરાશે પરિણામ
Plane Crash:  મોટી પ્લેન દુર્ઘટના, ટોરંટો એરપોર્ટ પર લેન્ડિંગ સમયે પલટી ગયું પ્લેન, અનેક લોકો ઇજાગ્રસ્ત
Plane Crash: મોટી પ્લેન દુર્ઘટના, ટોરંટો એરપોર્ટ પર લેન્ડિંગ સમયે પલટી ગયું પ્લેન, અનેક લોકો ઇજાગ્રસ્ત
ST નિગમના કર્મચારીઓના હિતમાં સરકારે શું લીધો મોટો નિર્ણય?
ST નિગમના કર્મચારીઓના હિતમાં સરકારે શું લીધો મોટો નિર્ણય?
Womens Premier League 2025: સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ, RCBએ દિલ્હીને હરાવ્યું
Womens Premier League 2025: સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ, RCBએ દિલ્હીને હરાવ્યું
Team India New Jersey: ભારતીય ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ, ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ શેર કર્યા ફોટો
Team India New Jersey: ભારતીય ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ, ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ શેર કર્યા ફોટો
મેડિકલ જગતનું કાળું લાંછન: રાજકોટની હોસ્પિટલમાં લેબર રૂમના CCTV વાયરલ થતા હાહાકાર
મેડિકલ જગતનું કાળું લાંછન: રાજકોટની હોસ્પિટલમાં લેબર રૂમના CCTV વાયરલ થતા હાહાકાર
સાવધાન પેન્શનધારકો! NPS-અટલ યોજનાના નામે લૂંટ, તમારી આખી જમા પૂંજી ખતરામાં
સાવધાન પેન્શનધારકો! NPS-અટલ યોજનાના નામે લૂંટ, તમારી આખી જમા પૂંજી ખતરામાં
ટ્રમ્પની ટેરિફ ધમકી પોકળ! અમેરિકા ખુદ ભારતનો દેવાદાર, આંકડા ચોંકાવનારા
ટ્રમ્પની ટેરિફ ધમકી પોકળ! અમેરિકા ખુદ ભારતનો દેવાદાર, આંકડા ચોંકાવનારા
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.