Motorola Moto E32s: શાનદાર ડિઝાઇન-5000mAhની બેટરી, ઓછી કિંમતમાં દમદાર સ્પેશિફિકેશન્સ ઉડાવી દેશે તમારા હોશ..........
આ બજેટ ફોનમાં એક સ્પેશ્યલ ડિઝાઇન હશે જે આજકાલ મોટાભાગના એન્ડ્રોઇડ ફોન પર જોઇ રહ્યાં છે. Moto E32sમાં એક સેન્ટ્રલ પંચ હૉલ ડિસ્પ્લે,ડિઝાઇન અને ત્રિપલ કેમેરા સેટઅપ છે.
Motorola Moto E32s Price In India: મોટોરોલા ભારતીય માર્કેટમાં પોતાના બજેટ સ્માર્ટફોન મોટો ઇ32એસ (Moto E32s) લૉન્ચ કરી રહી છે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટે પહેલા જ હેન્ડસેટને લિસ્ટ કરી દીધો છે, એટલે કે આની ઓફિશિયલ કિંમતનો ખુલાસો કરી દેવામાં આવ્યો છે, મોટો ઇ32એસ (Moto E32s Launch) લૉન્ચની સાથે સાથે ખરીદદારોને વધુ એક ગજબના ફિચર્સ વાળા ફોનનો ઓપ્શન મળી જશે. મોટોનો આ બજેટ સ્માર્ટફોન છે. મોટો ઇ32એસની કિંમત (Moto E32s Price) ઓછી જ રાખવામાં આવી છે. મોટોરોલાનો આ બેસ્ટ બજેટ ફોન વિશે બધુ જાણો અહીં.........
આ બજેટ ફોનમાં એક સ્પેશ્યલ ડિઝાઇન હશે જે આજકાલ મોટાભાગના એન્ડ્રોઇડ ફોન પર જોઇ રહ્યાં છે. Moto E32sમાં એક સેન્ટ્રલ પંચ હૉલ ડિસ્પ્લે,ડિઝાઇન અને ત્રિપલ કેમેરા સેટઅપ છે. આને અલગ અલગ કલરમાં ગ્રેડિએન્ટ ફિનિશની સાથે રિલીઝ કરવામાં આવ્યો છે. ટીજરમાં જોવામાં આવ્યુ હતુ કે નવો મોટો ફોન સ્લેટ ગ્રે અને મિસ્ટી સ્લિવર રંગોમાં વેચવામાં આવશે. મોટો ઇ32એસ (Moto E32s)ની સાઇઝ 163.95mm (height) x 74.94mm (width) x 8.49mm (thickness) અને વજન 185 ગ્રામ છે. આમાં બાયૉમેટ્રિક ઓથેન્ટિકેશન માટે સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે.
Moto E32s ના ફિચર્સ અને સ્પેશિફિકેશન્સ -
આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 12 ઓપરેટિંગ સિસ્ટમ.
6.5 ઇંચની ડિસ્પ્લે (720 x 1600 પિક્સલ), 90Hz રિફ્રેશ રેટ
મીડિયાટેક હીલિયો (MediaTek Helio) G37 પ્રૉસેસર
32GB ઇન્ટરનલ સ્ટૉરેજ (એક્સપાન્ડેબલ) + 3G RAM
16MP + 2MP + 2MP ત્રિપલ રિયર કેમેરા સેટઅપ
સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 8MPનો ફ્રન્ટ કેમેરો
5,000mAhની બેટરી 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે
મોટોરોલો હેન્ડસેટમાં આ પણ ફિચર મળશે-
જીપીએસ, બ્લૂટૂથ v5.00, એફએમ રેડિયો, એક્સેલેરોમીટર, એબિયન્ટ લાઇટ સેન્સર અને પ્રૉક્સિમિટી સેન્સર.
મોટોરોલાના આ ફોનની કિંમત (Moto E32s Price) -
ફ્લિપકાર્ટ પર લિસ્ટિંગ અનુસાર, મોટોરોલા મોટો ઇ32એસની કિંમત 9,299 રૂપિયાથી શરૂ થશે. એન્ટ્રી લેવલ હેન્ડસેટ ભારતમાં JioMart અને Reliance Digital ના માધ્યમથી પણ ઉપલબ્ધ થશે.