Netflix Plan: Netflix જલદી લોન્ચ કરશે સસ્તા પ્લાન, Microsift સાથે પાર્ટનરશીપનો થયો ખુલાસો
કંપનીના બ્લોગ અનુસાર, નેટફ્લિક્સના સસ્તા પ્લાન લોન્ચ થશે, પરંતુ તેની સાથે તમને જાહેરાતો પણ જોવા મળશે
Netflix Cheap Plans: જો તમે પણ નેટફ્લિક્સનાં લોકપ્રિય શો જોઈ શકતા નથી કારણ કે નેટફ્લિક્સ પ્લાન મોંઘા છે, તો તમારા માટે મોટા સમાચાર છે. નેટફ્લિક્સ ટૂંક સમયમાં સસ્તા પ્લાન લોન્ચ કરવા જઈ રહ્યું છે. નેટફ્લિક્સે પણ આ નવા લોન્ચ માટે માઇક્રોસોફ્ટ સાથે ભાગીદારી કરી છે. હવે માઇક્રોસોફ્ટ નેટફ્લિક્સનું વૈશ્વિક એડવર્ટાઇઝિંગ ટેક્નોલોજી અને સેલ્સ પાર્ટનર બની ગયું છે. ખરેખર, Netflixના ખૂબ જ મોંઘા પ્લાનને કારણે કંપનીને ઘણું નુકસાન થઈ રહ્યું હતું. નુકસાનની ભરપાઈ કરવા માટે કંપનીએ યોજના બનાવી છે કે તે સસ્તા પ્લાન ઓફર કરશે. જો કે, આ સાથે યુઝર્સને જાહેરાતો જોવા મળશે.
કંપનીના બ્લોગ અનુસાર, નેટફ્લિક્સના સસ્તા પ્લાન લોન્ચ થશે, પરંતુ તેની સાથે તમને જાહેરાતો પણ જોવા મળશે. માઇક્રોસોફ્ટે એક બ્લોગમાં જણાવ્યું હતું કે, નેટફ્લિક્સે તેના પ્રથમ એડ સપોર્ટ પાર્ટનરની જાહેરાત કરી છે. આ નવા અને સસ્તા પ્લાનના લોન્ચ સાથે યુઝર્સને એવોર્ડ વિજેતા શો જોવા મળશે. Netflix પર દેખાતી તમામ જાહેરાતો Microsoft અને એક્સક્લૂસિવ હશે. જાહેરાતની સાથે સાથે યુઝર્સની પ્રાઇવેસી પણ સુરક્ષિત રહેશે. જોકે નવા પ્લાનની કિંમત અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
નેટફ્લિક્સને સતત થઇ રહ્યું છે નુકસાન
નેટફ્લિક્સના મોંઘા પ્લાનને કારણે કંપનીને સતત નુકસાન થઇ રહ્યું છે. Netflix એ સ્વીકાર કર્યો હતો કે તેના પ્લાન અન્ય પ્લેટફોર્મની સરખામણીમાં મોંઘા છે. જેના કારણે તેને નુકસાન થઈ રહ્યું છે. નુકસાનની ભરપાઈ કરવા માટે કંપનીએ થોડા મહિના પહેલા ગેમિંગ સેવા શરૂ કરી છે.
Netflix ગેમિંગ ટેબ
Netflixની એપમાં ગેમિંગ ટેબ આપવામાં આવી રહી છે, જેના પર ટેપ કરવાથી તમને ગેમ્સ જોવા મળશે. ગ્રાહકો પાસેથી ગેમ માટે અલગ કિંમત વસૂલવામાં આવશે નહીં. ગેમિંગ સેવા ફક્ત નેટફ્લિક્સ સબ્સ્ક્રિપ્શનમાં ઉપલબ્ધ છે. ગેમિંગ દરમિયાન કોઈપણ યુઝર્સને કોઈ જાહેરાત બતાવવામાં આવશે નહીં. નેટફ્લિક્સે તેની ગેમિંગ સર્વિસ સાથે ભાષાનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. આમાં તમે હિન્દી, બાંગ્લા, પંજાબી અને મરાઠી જેવી ભાષાઓમાં ગેમિંગનો આનંદ માણી શકો છો. ઉપરાંત, ગેમની ડિફોલ્ટ ભાષા અંગ્રેજી છે.