શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોબાઇલમાં Google Maps ખોલીને પણ બચી શકાશે કોરોના સંક્રમણથી, જાણો કઇ રીતે
ગૂગલ આ ફિચરમાં સ્થાનિક ઓથોરિટીની મદદથી લોકોને ભીડભાડ વાળા વિસ્તારોની માહિતી આપશે, ગૂગલ મેપ્સના આ નવા અપડેટથી લોકો આસાનીથી સોશ્યલ ડિસ્ટન્સિંગનુ પાલન કરી શકશે અને ખુદને સંક્રમણથી સુરક્ષિત રાખી શકશે
નવી દિલ્હીઃ કોરોના મહામારીમાં સંક્રમણથી બચવા માટે ગૂગલ સમય સમય પર Google Mapsમાં નવા નવા ફિચર એડ કરી રહ્યું છે. હવે ગૂગલે ગૂગલ મેપમાં એક નવુ અને સગવડ ભર્યુ ફિચર જોડ્યુ છે. આ ફિચરનુ નામ છે કૉવિડ-19 લેયર. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખતા યઆ મોટુ પ્રસંશનીય પગલુ ભર્યુ છે.
ખરેખરમાં, ગૂગલ આ ફિચરમાં સ્થાનિક ઓથોરિટીની મદદથી લોકોને ભીડભાડ વાળા વિસ્તારોની માહિતી આપશે, ગૂગલ મેપ્સના આ નવા અપડેટથી લોકો આસાનીથી સોશ્યલ ડિસ્ટન્સિંગનુ પાલન કરી શકશે અને ખુદને સંક્રમણથી સુરક્ષિત રાખી શકશે. એટલે કહી શકાય કે તમે મોબાઇલમાં ગૂગલ મેપ ખોલીને પણ સંક્રમણ વાળા એરિયાથી દુરી રહી શકશો, અને બચી શકશો.
કૉવિડ-19 લેયરથી ઓછી થશે જોમખ
ગૂગલ મેપ્સના આ નવા ફિચરનો ઉપયોગ કરવા માટે યૂઝ્સને એપમાં જઇને લેયર બટન પર ક્લિક કરવુ પડશે. આ એપમાં નીચે તરફ આપેલા જમણી તરફના સર્ચ બારમાં હશે, અને આ પછી યૂઝર્સે કૉવિડ-19 ઇન્ફો પર ક્લિક કરવુ પડશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગૂગલ મેપ્સે કોરોના વાયરસને લઇને વધુ એક ખાસ ફિચર એડ કર્યુ હતુ. આનાથી યૂઝર્સ દેશમાં કન્ટેન્ટમેન્ટ ઝૉનને આસાનીથી શોધી શકતા હતા, જેથી ત્યાં જવાથી બચી શકાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion