શોધખોળ કરો
Advertisement
ટ્રિપલ કેમેરા સાથે મીડ રેન્જમાં Nokia 6.2 ભારત લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
Nokia 6.2માં 16 મેગાપિક્સલ, 5 મેગાપિક્સલ અને 8 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. જ્યારે સેલ્ફી માટે તેમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરા છે.
નવી દિલ્હી: નોકીયાએ ભારતમાં મીડ રેન્જ ફોન Nokia 6.2 લોન્ચ કરી દીધો છે. આ ફોન ટ્રિપલ કેમેરા આપવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે કંપનીએ આ ફોન ગયા મહિને એચએમડી ગ્લોબલ દ્વારા આયોજિત આઇએફએ ટોક શોમાં પ્રસ્તાવિત કર્યો હતો. હવે જોકે આ ફોન બજારમાં આવી ગયો છે. જેને એમેઝોન ઇન્ડિયા પરથી ખરીદી શકાય છે.
Nokia 6.2 માં ઓક્ટા કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 636 એસસી પ્રોસેસર છે. ડિસ્પ્લે ગોરિલા ગ્લાસ 3 સાથે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 6.3 ઇંચની ફુલ એચડી + ડિસ્પ્લે છે. તે 3 જીબી રેમ + 32 જીબી સ્ટોરેજ અને 4 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ સાથે આવે છે. માઇક્રોએસડી કાર્ડ માટે એક અલગ સ્લોટ આપવામાં આવ્યો છે.
કેમેરાની વાત કરીએ તો તેમાં 16 મેગાપિક્સલ, 5 મેગાપિક્સલ અને 8 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. જ્યારે સેલ્ફી માટે તેમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરા છે. ફોનમાં 3,500 એમએએચની બેટરી છે.
આ ફોનની કિંમત ભારતીય બજારોમાં રૂપિયા 15,999 છે. એમેઝોન પર એચડીએફસી બેંક ડેબિટ કાર્ડ અને આસીઆસીઆઈ પર 10 ટકા અથવા 2000 રૂપિયા સુધીનું કેશબેક અને એચએસબીસી બેન્ક કાર્ડ પર 5% નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion