OnePlus 9 Launch: વનપ્લસ લાવી રહ્યું છે આ 3 કેમેરા ફોન, ક્યારે થશે લૉન્ચ ને શું હશે કિંમત, જાણો વિગતે
ખાસ વાત છે કે આ સીરીઝ અંતર્ગત OnePlus 9, OnePlus 9 Pro અને OnePlus 9e લૉન્ચ થઇ શકે છે. આ સીરીઝ અમેઝોન પર જ લૉન્ચ થશે. આ ફોન એક વર્ચ્યૂઅલ ઇવેન્ટમાં લૉન્ચ કરવામાં આવશે. આ ઇવેન્ટ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગે આયોજિત કરવામાં આવશે.
![OnePlus 9 Launch: વનપ્લસ લાવી રહ્યું છે આ 3 કેમેરા ફોન, ક્યારે થશે લૉન્ચ ને શું હશે કિંમત, જાણો વિગતે OnePlus 9 Launch Features Specification leaked ahead of mobile phone launch OnePlus 9 Launch: વનપ્લસ લાવી રહ્યું છે આ 3 કેમેરા ફોન, ક્યારે થશે લૉન્ચ ને શું હશે કિંમત, જાણો વિગતે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/09/fb1dbcfc1e9fe87acdb2fbd2804eecb9_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર વનપ્લસ હવે એક જોરદાર કેમેરા ફોન લઇને આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ વનપ્લસની આ સીરીઝ આગામી 23 માર્ચે એન્ટ્રી કરી શકે છે.
ખાસ વાત છે કે આ સીરીઝ અંતર્ગત OnePlus 9, OnePlus 9 Pro અને OnePlus 9e લૉન્ચ થઇ શકે છે. આ સીરીઝ અમેઝોન પર જ લૉન્ચ થશે. આ ફોન એક વર્ચ્યૂઅલ ઇવેન્ટમાં લૉન્ચ કરવામાં આવશે. આ ઇવેન્ટ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગે આયોજિત કરવામાં આવશે.
સંભવિત સ્પેશિફિકેશન્સ....
લીક રિપોર્ટ્સ પ્રમાણે વનપ્લસ 9માં 6.55 ઇંચની ફૂલ એચડી+ફ્લેટ ડિસ્પ્લે હશે, આમાં પંચ હૉલ પણ આપવામાં આવશે. વળી વનપ્લસ 9 પ્રૉમાં 6.78 ઇંચ ફૂલ QHD+ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. બન્ને સ્માર્ટફોન્સમાં સૌથી ઉપરની રાઇટ સાઇડમાં પંચ હૉલ નૉચ આપવામાં આવી શકે છે. OnePlus 9ને ભારતમાં 54,999 રૂપિયા અને 59,999 રૂપિયાની કિંમતની સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે.
આવા હોઇ શકે છે કેમેરા....
વનપ્લસના આ ફોનમાં રિયર પર ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. જે 50 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરાની સાથે આવશે. આની સાથે આ રિયર પર 20 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ-એન્ગલ અને OIS સપોર્ટની સાથે 12 મેગાપિક્સલ ટેલિફોટો કેમેરા વાળો પણ હોઇ શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)