OnePlus એ લોન્ચ કર્યો સસ્તો 5G સ્માર્ટફોન, 5000mAhની બેટરી અને 128GB સ્ટોરેજ, કિંમત જાણીને વિશ્વાસ નહીં આવે
OnePlus Nord N30 SE: વનપ્લસે એક સસ્તો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનનું નામ OnePlus Nord N30 SE છે, જેને કંપનીએ બજેટ રેન્જમાં લોન્ચ કર્યો છે. તમને જણાવી દઈએ કે વનપ્લસનો આ ફોન OnePlus Nord N20 SEનું અપગ્રેડ વર્ઝન છે.
OnePlus Nord N30 SE: વનપ્લસે એક સસ્તો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનનું નામ OnePlus Nord N30 SE છે, જેને કંપનીએ બજેટ રેન્જમાં લોન્ચ કર્યો છે. તમને જણાવી દઈએ કે વનપ્લસનો આ ફોન OnePlus Nord N20 SEનું અપગ્રેડ વર્ઝન છે. આવો અમે તમને વનપ્લસના આ નવા ફોન વિશે જણાવીએ.
નવા OnePlus ફોનની વિશિષ્ટતાઓ
- ડિસ્પ્લેઃ આ ફોનમાં 6.72 ઈંચની ફુલ એચડી પ્લસ એલસીડી ડિસ્પ્લે છે.
- પ્રોસેસરઃ આ ફોનમાં પ્રોસેસર માટે MediaTek Dimensity 6020 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- સોફ્ટવેર: ફોન એન્ડ્રોઇડ 13 આધારિત ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે ઓક્સિજન ઓએસ પર કામ કરે છે.
- કેમેરાઃ આ ફોનના પાછળના ભાગમાં 50MP પ્રાઇમરી કેમેરા સેન્સર અને 2MP ડેપ્થ કેમેરા સેન્સર આપવામાં આવ્યા છે. ફોનના આગળના ભાગમાં 8MP
ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. - બેટરીઃ આ ફોનમાં 5000mAh બેટરી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.
- કનેક્ટિવિટીઃ આ ફોનમાં કનેક્ટિવિટી માટે કંપનીએ 5G, GPS, NFC, બ્લૂટૂથ 5.3 અને USB Type-C જેવા ઘણા ફીચર્સ આપ્યા છે.
નવા ફોનની કિંમત
OnePlus એ આ ફોનને માત્ર એક જ વેરિઅન્ટમાં રજૂ કર્યો છે, જે 4GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવે છે. હાલમાં, આ ફોન ફક્ત UAEમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે, જ્યાં તેની કિંમત 13,600 રૂપિયા છે. આ ફોન UAEની શોપિંગ વેબસાઇટ noon.com પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
કંપનીએ આ નવો સ્માર્ટફોન બે કલરમાં સાટીન બ્લેક અને સાયન સ્પાર્કલ લોન્ચ કર્યો છે. કંપનીએ આ ફોનને OnePlus ની વૈશ્વિક વેબસાઈટ પર પણ લિસ્ટ કર્યો છે, પરંતુ હાલમાં ભારતમાં તેના લોન્ચને લઈને કોઈ માહિતી સામે આવી નથી. જોકે, પ્રાઈઝ અને ફિચર્સ જોતા ભારતમાં તેમની સારી માગ જોવા મળી શકે છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial
આ પણ વાંચો
Telegramમાં એકસાથે ત્રણ કામના ફિચર આવ્યા, વૉટ્સએપમાં પણ નથી સિક્રેટ ચેટના આ ફિચર્સ
વિશ્વમાં પ્રથમ વખત કોઈએ માનવ મગજમાં લગાવી ચિપ્સ, વિચાર માત્રથી જ ફોન અને કોમ્પ્યુટર કરશે કામ
Google અને Facebook બાળકોની એપ્સમાંથી સૌથી વધુ ડેટા ચોરી કરે છે, જાણો અભ્યાસની સંપૂર્ણ વિગતો