Oppoના નવા ફોનની કલરથી લઇ કિંમત સુધીની તમામ ડિટેલ લીક, ક્યારે થવાનો છે ભારતમાં લૉન્ચ ?
નવી લીક પ્રમાણે, આવનારી ઓપ્પો F21 પ્રૉ સીરીઝના ફોનમાં ત્રિપલ રિયર કેમેરા હશે, જેમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો હશે,
નવી દિલ્હીઃ ચીની કંપની ઓપ્પો ભારતમાં પોતાના પ્રીમિયમ સ્માર્ટફોન્સની નવી સીરીઝ લૉન્ચ કરવા જઇ રહી છે. લૉન્ચ પહેલા જ આ સીરીઝના સ્માર્ટફોન્સના કેટલાક ફિચર્સ અને કિંમત વિશે અલગ અલગ રિપોર્ટ્સમાં જાણકારી સામે આવી રહી છે. Oppo F21 Pro સીરીઝ, જેમાં Oppo F21 Pro અને Oppo F21 Pro 5G મૉડલ સામેલ છે. 12 એપ્રિલે ભારતમાં લૉન્ચ થવા માટે પુરેપુરી રીતે તૈયાર છે. અધિકારીક જાહેરાત પહેલા હેન્ડસેટની સ્પેશિફિકેશન્સની સાથે સાથે પ્રાઇસ ડિટેલ્સ ઓનલાઇન લીક થઇ ગઇ છે.
નવી લીક પ્રમાણે, આવનારી ઓપ્પો F21 પ્રૉ સીરીઝના ફોનમાં ત્રિપલ રિયર કેમેરા હશે, જેમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો હશે, કહેવામાં આવી રહ્યું છે કે સ્માર્ટફોન 33W ચાર્જિંગ સપોર્ટની સાથે 4,500mAhની બેટરી પેક સાથે આવશે. Oppo F21 Pro ના 4G વેરિએન્ટને સ્નેપડ્રેગન 680ની સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે, જ્યારે 5G વેરિએન્ટને સ્પેનડ્રેગન 695 SoC પ્રૉસેસર મળી શકે છે.
કલર અને કિંમત -
કિંમતની વાત કરીએ તો Oppo F21ની કિંમત લગભગ 22000 રૂપિયા હોઇ શકે છે. વળી Oppo F21 5G ની કિંમત 26000 રૂપિયા હોઇ શકે છે. કલર્સની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર, Oppo F21 Pro કૉસ્મેટિક બ્લેક અને સનસેટ ઓરેન્જ કલરમાં આવી શકે છે, વળી Oppo F21 Pro 5G ને કૉસ્મેટિક બ્લેક અને રેનબો સ્પેક્ટ્રમમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. Oppo F21 Pro એન્ડ્રોઇડ 12 બેઝ કલર ઓએસ 12.1 ની સાથે આવી શકે છે. વળી Oppo F21 Pro 5G એન્ડ્રોઇડ 11 બેઝ કલર ઓએસ 12 પર કામ કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર ઓપ્પો એફ 21 પ્રૉમાં 6.43 ઇંચની ડિસ્પ્લે મળી શકે છે.
રિપોર્ટ્સ અનુસાર, બન્ને સ્માર્ટફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે. જેમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આવી શકે છે. વળી એક કેમેરો 2 મેગાપિક્સલનો અને એક ડેપ્થ સેન્સર આવી શકે છે. Oppo F21 Pro માં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો હોઇ શકે છે. વળી Oppo F21 Pro 5G માં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આવી શકે છે. બન્ને સ્માર્ટફોનમાં 4500mAh ની બેટરી મળી શકે છે. જોકે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરી શકે છે.
આ પણ વાંચો..........
Tips: કામ કરતી વખતે વારંવાર ગરમ થઇ જાય છે લેપટૉપ, તો આ રીતે કરો પ્રૉબ્લમ સૉલ્વ
આ કોમેડી શો સાથે સિદ્ધુની થઈ શકે છે વાપસી, ટીવી પર ફરીથી સાંભળવા મળશે ઠોકો તાલીની ગૂંજ
IPL 2022: સિઝનની શરુઆતમાં જ આઈપીએલની વ્યુરશિપમાં થયો મોટો ઘટાડો, જાણો BARCના રિપોર્ટનો ખુલાસો
ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ પ્લાનર 15 લાખની લાંચ લેતા ઝડપાયા
PBKS vs GT: તેવટીયાએ છેલ્લા 2 બોલમાં 2 સિક્સ મારી ગુજરાતને જીત અપાવી, વીડિયોમાં જુઓ એ જીતની ક્ષણો