શોધખોળ કરો

Hardik Pandaya : હાર્દિક પંડયાના હાથમાં દેખાયો 5G ફોન, જે મળે છે માત્ર 799 રૂપિયામાં

હાલમાં જ ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાના હાથમાં આ સ્માર્ટફોન જોવા મળ્યો હતો.

Poco ટૂંક સમયમાં ભારતમાં તેનો નવો સ્માર્ટફોન Poco X5pro લોન્ચ કરવા જઈ રહ્યું છે. હાલમાં જ ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાના હાથમાં આ સ્માર્ટફોન જોવા મળ્યો હતો. દરમિયાન ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર, હાર્દિક પંડ્યાના હાથમાં દેખાતો ચોક્કસ ફોન માત્ર 999 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ઓફર જોઈને ગ્રાહકો ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ આ ફોનનું સત્ય કંઈક બીજું જ છે. વાસ્તવમાં હાર્દિક પંડ્યા જે ફોન ધરાવે છે તે કંપનીનો લેટેસ્ટ સ્માર્ટફોન છે જ્યારે જે ફોન પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તે Poco X4 Pro છે. કારણ કે બંનેનો રંગ પીળો છે, તેના કારણે ગ્રાહકો મૂંઝવણમાં છે અને સમજી ગયા છે કે નવા સ્માર્ટફોન સસ્તામાં ઉપલબ્ધ છે. પરંતુ તે એવું નથી. તમે Poco X4 Proને 799 રૂપિયામાં ખરીદી શકો છો, નવું મોડલ નહીં.

Poco X4 Pro 5G સ્માર્ટફોનની કિંમત માર્કેટમાં 23,999 રૂપિયા છે, પરંતુ ફ્લિપકાર્ટ પર 31% ડિસ્કાઉન્ટ બાદ આ સ્માર્ટફોન 16,499 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. આ ઉપરાંત, તમને આ સ્માર્ટફોન પર એક ખાસ ઑફર પણ મળી રહી છે, જેના પછી તેની કિંમતમાં વધુ ઘટાડો થાય છે.

છે ખાસ ઓફર

Poco X4 Pro 5G પર એક્સચેન્જ તરીકે 15,700 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો તમે તમારા જૂના સ્માર્ટફોનને એક્સચેન્જ કરીને આ મોબાઇલ ફોન ખરીદો છો, તો તમે આ નવો 5G ફોન માત્ર રૂ.799માં ખરીદી શકો છો. સૌથી ખાસ વાત એ છે કે આમાં તમને 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે.

સ્પેશિફિકેશન

Poco X4 Pro 5G ફોનમાં, તમને 6.6-ઇંચની ફુલ HD પ્લસ સુપર AMOLED ડિસ્પ્લે મળે છે. આ સ્માર્ટફોન ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે જેમાં 64 મેગાપિક્સલનો મુખ્ય કેમેરો, 8 મેગાપિક્સલનો બીજો કેમેરો અને 2 મેગાપિક્સલનો ત્રીજો કેમેરો છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. Poco X4 Pro 5Gમાં 5000 mAh બેટરી છે જે 67W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 695 પ્રોસેસર પર કામ કરે છે.

આ પ્રીમિયમ સ્માર્ટફોન ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે

ચાઈનીઝ મોબાઈલ ફોન નિર્માતા OnePlus ટૂંક સમયમાં તેનો નવો સ્માર્ટફોન OnePlus 11 5G અને કોરિયન કંપની સેમસંગ તેની S23 સિરીઝનું અનાવરણ કરવા જઈ રહી છે. બંને પ્રીમિયમ કેટેગરીના સ્માર્ટફોન છે અને શ્રેષ્ઠ ફીચર્સ સાથે માર્કેટમાં રજૂ કરવામાં આવશે. Samsung Galaxy S23 સિરીઝના ટોપ વેરિઅન્ટની કિંમત 1,14,000 રૂપિયા હોવાનું કહેવાય છે. Samsung Galaxy S23 સિરીઝ ભારતમાં 1 ફેબ્રુઆરીએ અને OnePlus 11 5G સ્માર્ટફોન 7 ફેબ્રુઆરીએ ભારતમાં પ્રવેશ કરી શકે છે.

ટોપ સ્ટોરી

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
Embed widget