Tech News: POCO એ લોન્ચ કર્યો ધાંસુ ફોન, 12GB RAM સાથે મળશે પાવરફુલ ફિચર્સ, જાણો કિંમત
Tech News: POCO એ ભારતમાં તેના પાવરફુલ ફોનનું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. કંપનીએ મિડ-રેન્જ ડિવાઇસ POCO F6નું ડેડપૂલ (Deadpool) લિમિટેડ એડિશન લોન્ચ કર્યું છે. કંપનીએ આ ફોન એવા સમયે લૉન્ચ કર્યો છે જ્યારે Deadpool અને વોલ્વરિન ફિલ્મો આવી રહી છે.
Tech News: POCO એ ભારતમાં તેના પાવરફુલ ફોનનું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. કંપનીએ મિડ-રેન્જ ડિવાઇસ POCO F6નું ડેડપૂલ (Deadpool) લિમિટેડ એડિશન લોન્ચ કર્યું છે. કંપનીએ આ ફોન એવા સમયે લૉન્ચ કર્યો છે જ્યારે Deadpool અને વોલ્વરિન ફિલ્મો આવી રહી છે.
ચાર્જર પર ડેડપૂલ સ્ટીકર પણ આપવામાં આવ્યું છે
આ ફોન પર તમે માર્વેલ અને ફોક્સ યુનિવર્સ બંનેના પાત્રોના ફોટા જોશો. તમે ફ્લેશ પર ડેડપૂલનો લોગો જોશો. એટલું જ નહીં, આ ડિવાઈસ એક યુનિક બોક્સમાં આવે છે, જે પ્રીમિયમ લાગે છે. ચાર્જર પર ડેડપૂલ સ્ટીકર પણ આપવામાં આવ્યું છે. એ જ રીતે, ડેડપૂલનો માસ્ક સિમ ઇજેક્ટર ટૂલ પર ઉપલબ્ધ છે. બીજી તરફ, તમને ફોનની પાછળના ભાગ પર અને ચારે બાજુ ઘણા સંવાદો લખેલા જોવા મળશે. જોકે, ફોનમાં કોઈ કસ્ટમ થીમ કે વોલપેપર આપવામાં આવ્યું નથી. તેમાં POCO F6 જેવા જ ફીચર્સ છે.
શું છે આ ફોનના ફીચર્સ?
POCO F6 ડેડપૂલ એડિશનમાં 1.5K રિઝોલ્યુશન સાથે 6.7-ઇંચની OLED ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. તેની પીક બ્રાઇટનેસ 2400 Nits છે. ડિસ્પ્લેની સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ( Corning Gorilla Glass Victus)નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
12GB રેમ મળશે
આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 8s Gen 3 પ્રોસેસર સાથે આવે છે. તેમાં 12GB રેમ મળશે. આ સ્માર્ટફોન Android 14 પર આધારિત Hyper OS પર કામ કરે છે. તેમાં 50MP પ્રાઈમરી લેન્સ સાથે ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. સેકન્ડરી કેમેરા 8MP અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ છે.
ફ્રન્ટમાં 20MP સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે
ફ્રન્ટમાં 20MP સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. ડિવાઈઝ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવે છે. સ્માર્ટફોનને પાવર આપવા માટે, 5000mAh બેટરી આપવામાં આવી છે, જે 90W ચાર્જિંગને સપોર્ટ કરે છે.
કિંમત કેટલી છે?
તમે POCO F6 5G ડેડપૂલ એડિશન 29,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઉપકરણ ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે. ધ્યાનમાં રાખો કે આ એક લિમિટેડ એડિશન છે, તેથી માત્ર 3 હજાર યુનિટ જ ઉપલબ્ધ થશે. તેનું વેચાણ 7મી ઓગસ્ટથી શરૂ થશે. મર્યાદીત યુનિટ માર્કેટમાં લોન્ચ થવાના હોવાથી તેની માગ રહી શકે છે.