શોધખોળ કરો
Advertisement
શાનદાર કેમેરા અને ફીચર્સ સાથે Poco X3 NFC સ્માર્ટફોન લોન્ચ, જાણો શું છે કિંમત
આ સ્માર્ટફોનમાં ક્વોડ રિયર કેમેરા સેટઅપ અને 5160 MAhની દમદાર બેટરી 33W ફાસ્ટ ચાર્જ સપોર્ટ સાથે આપવામાં આવી છે.
Pocoનો નવા સ્માર્ટફોન X3 NFC ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થઈ ગયો છે. આ સ્માર્ટફોનમાં ક્વોડ રિયર કેમેરા સેટઅપ અને 5160 MAhની દમદાર બેટરી 33W ફાસ્ટ ચાર્જ સપોર્ટ સાથે આપવામાં આવી છે.
આ સ્માર્ટફોનમાં 6GB રેમ સાથે 64 GB અને 128GBના બે વેરિએન્ટ લોન્ચ કર્યા છે, 64જીબી સ્ટોરેજના વેરિએન્ટની કિંમત 19,900 રાખવામાં આવી છે. જ્યારે 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 23,400 રૂપિયા રાખવામાં આવી છે.
Poco X3 NFC ફીચર્સ
Poco X3 NFC એન્ડ્રોઈડ પર આધારિત MIUI 12 પર ચાલે છે. આ ફોનમાં 6.67 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી જે 120Hzના રિફ્રેશ રેટ અને 240HZ ટચ લેટેન્સી સાથે આવે છે. પરફોર્મન્સ માટે ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 732G SoC પ્રોસેર આપવામાં આવ્યું છે.
કેમેરાની વાત કરીએ તો તેમાં ચાર કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં 64 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા સામેલ છે. તેની સાથે અલ્ટ્રા વાઈડ એન્ગલ લેન્સ 13 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા છે. 2MPનો ડેપ્થ સેન્સર અને 2MPને માઈક્રો કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે 20 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે.
POC X3 NFC હાલમાં ભારતમાં લોન્ચ કરવામાં નથી આવ્યો. રિપોર્ટ અનુસાર જલ્દીજ ભારતમાં લોન્ચ થઈ શકે છે. જો કે, ક્યારે લોન્ચ કરશે તેની કિંમત શું હશે તે અંગે કંપનીએ હાલ કોઈ જાણકારી આપી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion