શોધખોળ કરો
Advertisement
લોન્ચ પહેલા લીક થઈ Realme 6 અને Realme 6 Pro ની કિંમત, જાણો
Realme 6 અને Realme 6 પ્રો 5 માર્ચે લોન્ચ કરવામાં આવશે. આ ઈવેન્ટમાં 1500 Realme ફેન્સને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે.
ચીનની સ્માર્ફોન નિર્માતા કંપની Realme પાંચ માર્ચના રોજ પોતાના બે સ્માર્ટફોન Realme 6 અને Realme 6 પ્રો. લોન્ચ કરવા જઈ રહી છે. ત્યારે લોન્ચ પહેલા જ ફોનની કિંમત લીક થઈ ગઈ છે.
Unbiased Blogના રિપોર્ટ અનુસાર Realme 6ની શરૂઆતની કિંમત 9,999 રૂપિયા અને Realme 6 પ્રોની કિંમત 13,999 રૂપિયા હોઈ શકે છે.
Realme 6 અને Realme 6 પ્રોને દિલ્હીમાં આયોજીત ઈવેન્ટ દરમિયાન લોન્ચ કરવામાં આવશે. ઈવેન્ટમાં 1500 Realme ફેન્સને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે.
બન્ને સ્માર્ટફોનના ફિચર્સની વાત કરીએ તો Realme 6 અને Realme 6 પ્રોમાં પંચહોલ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. Realme 6 સીરિઝના ફોનમાં 64 મેગાપિક્સલ કેમેરા મળશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ફોનમાં મીડિયાટેક હીલિયો G90T પ્રોસેસર મળશે. ફોનમાં બેટરી 4300mAh આપવામાં આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
દુનિયા
Advertisement