શોધખોળ કરો
Advertisement
માર્કેટમાં આવી રહ્યો છે આ ટ્રાન્સપરન્ટ ફોન, અંદરના સ્પેર-પાર્ટ્સ પણ દેખાશે બહાર, જુઓ તસવીરો
સીઇઓ માધવ સેઠે Realme X7 Proના ટ્રાન્સપરન્ટ વર્ઝનની તસવીરો ટ્વીટર પર શેર કરીને યૂઝર્સ પાસેથી રિએક્શન્સ લીધા છે. તેમને સવાલો કર્યા કે શું યૂઝર્સ ઇચ્છે છે કે કંપની ટ્રાન્સપરન્ટ ફોન લૉન્ચ કરે? આના પર યૂઝર્સ જુદાજુદા મત આપી રહ્યાં છે
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમી બાદ હવે માર્કેટમાં રિયલમી પણ પોતાનો ટ્રાન્સપરન્ટ ફોન લૉન્ચ કરવાનુ પ્લાનિંગ કરી રહી છે. કંપની Realme X7 અને Realme X7 પ્રૉ સીરીઝ અંતર્ગત આ ફોનને માર્કેટમાં ઉતારી શકે છે. આ સીરીઝના લૉન્ચ પહેલા રિયલમી ઇન્ડિયાના સીઇઓ માધવ સેઠે આ અપકમિંગ ટ્રાન્સપરન્ટ વર્ઝનની તસવીરની એક ઝલક બતાવી છે. આ પછી કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે કંપની બહુ જલ્દી ટ્રાન્સપરન્ટ ફોન લઇને આવવાની છે.
સીઇઓ માધવ સેઠે Realme X7 Proના ટ્રાન્સપરન્ટ વર્ઝનની તસવીરો ટ્વીટર પર શેર કરીને યૂઝર્સ પાસેથી રિએક્શન્સ લીધા છે. તેમને સવાલો કર્યા કે શું યૂઝર્સ ઇચ્છે છે કે કંપની ટ્રાન્સપરન્ટ ફોન લૉન્ચ કરે? આના પર યૂઝર્સ જુદાજુદા મત આપી રહ્યાં છે.
શું છે ખાસ....
ટ્વીટર પર શેર કરવામાં આવેલા આ ફોનના ફોટોમાં રિયલ પેનલમાં કોઇ કલર સ્કીમ નથી દેખાતી. બેક પેનલમાં બ્લેક કલરનો વધુ યૂઝ કરવામાં આવ્યો છે. આ તસવીરમાં ફોનના ઇનસાઇડ લૂક પણ દેખાઇ રહ્યો છે. તસવીરોમાં દેખી શકાય છે કે ફોનના ઇન્ટીરિયરમાં દેખાઇ રહેલો પાર્ટ એનએફસી કૉઇલ માનવામાં આવી રહ્યો છે.
ચમકદાર છે કિનારી....
કંપની અનુસાર આ એક ડેમો ફોન છે, અને આ એટલો ટ્રાન્સપરન્ટ છે કે આની કિનારીઓ તેજ લાઇટમાં ચમકી રહી છે. તસવીરમાં બેક પેનલ પર આપવામાં આવેલા રાઉન્ડ કૉર્નર વાળા રેક્ટેગ્યૂલર રિયર કેમેરા લેઆઉટ પણ દેખાઇ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement