શોધખોળ કરો
Advertisement
દમદાર ફિચર્સ સાથે Realme X2 Pro ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
Realme X2 Pro માં રિઅરમાં ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 64MP+13MP+8MP+2MP કેમેરા સેટઅપ છે. જ્યારે સેલ્ફી માટે 16MP સોની IMX471 કેમેરા આપવામાં આવ્યો છે.
નવી દિલ્હી: ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Realmeએ ભારતમાં પોતાનો પ્રીમિયમ ફ્લેગશિપ સ્માર્ટફોન Realme X2 Pro લૉન્ચ કરી દીધો છે. આ ફોનની ખાસ વાત એ છે કે તેમાં 50W સુપર VOOC ફ્લેશ ચાર્જ સપોર્ટ આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ ફોન માત્ર 35 મિનિટમાં ફૂલ ચાર્જ કરી શકાશે.
Realme X2 Proના ફિચર્સની વાત કરીએ તો આ ફોનમાં ડિસ્પ્લે 6.5 ઈંચ ફૂલ HD+, 1080x2400 પિક્લસ, સુપર AMOLED સાથે આપવામાં આવી છે. સાથે ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ઓપરેટિંગ સિસ્ટમ કલર ઓએસ 6.1 બેસ્ડ એન્ડ્રોઈડ 9 પાઈ છે. જ્યારે પ્રોસેસર ઓક્ટાકોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 855+પ્રોસેસર આપવામાં આવ્યું છે.
ફોનની શરૂઆતની કિંમત 29,999 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમત 8GB + 128GB વેરિએન્ટની છે. જ્યારે ટૉપ વેરિએન્ટ 12GB + 256GB ની કિંમત 33,999 રૂપિયા રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે રિયલમીનો ભારતીય બજારમાં પ્રથમ પ્રિમિયમ કેટેગરીનો સ્માર્ટફોન છે.
કેમેરાની વાત કરવામાં આવે તો રિઅરમાં ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 64MP+13MP+8MP+2MP કેમેરા સેટઅપ છે. જ્યારે સેલ્ફી માટે 16MP સોની IMX471 કેમેરા આપવામાં આવ્યો છે. બેટરી 4000mAh સાથે 50W સુપર VOOC ફ્લેશ ચાર્જ સપોર્ટ આપવામાં આવ્યું છે.
Realme X2 Pro ની સેલ 26 અને 27 નવેમ્બરે થશે. પરંતુ આ માત્ર ઇનવાઈટ ઓનલી હશે. પ્રથમ સેલ ઇનવાઇટ ઓનલી અને બ્લાઇન્ડ ઑર્ડર રજિસ્ટર્ડ યૂઝર્સ માટે રહેશે. કંપનીના જણાવ્યા અનુસાર, કસ્ટમરે સેલમાં ભાગ લેવા માટે 1,000 રૂપિયા ચૂકવવા પડશે. તેના દ્વારા તેઓ પોતાનો ફોન બુક કરાવી શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement