શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Realmeએ લૉન્ચ કર્યો 64MP કેમેરા સાથે Realme XT, જાણો કિંમત અને સ્પેસિફિકેશન
કંપનીએ આ Realme XTમાં રિયરમાં ચાર કેમેરા સેટઅપ આપ્યા છે. જેમાં પ્રાઈમરી કેમેરા 64 મેગાપિક્સલ આર્ટિફીશયલ ઇન્ટેલિજેન્સવાળો ક્વૉડ કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે.
નવી દિલ્હી: રિયલમીએ નવો સ્માર્ટફોન Realme XT ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનમાં શાનદાર ફિચર્સ આપવામાં આવ્યા છે. કંપનીએ આ સ્માર્ટફોનમાં રિયરમાં ચાર કેમેરા સેટઅપ આપ્યા છે. જેમાં પ્રાઈમરી કેમેરા 64 મેગાપિક્સલ આર્ટિફીશયલ ઇન્ટેલિજેન્સવાળો ક્વૉડ કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. જ્યારે સેલ્ફી માટે સોની IMX471 સેન્સરવાળો 16 મેગાપિક્સલ આપવામાં આવ્યો છે.
Realme XTના સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ સ્માર્ટફઓનમાં 6.4 ઇંચની સુપર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેમાં વોટરડ્રોપ નૉચની અંદર ફ્રંટ ફેસિંગ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનની મજૂબતી માટે ફ્રન્ટ અને બેક પેનલ ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યું છે. સાથે ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.
Realme XTમાં ઑક્ટા-કોર ક્વાલકૉમ સ્નેમડ્રેગન 712 AIE પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન ત્રણ સ્ટોરેજ વેરિએન્ટમાં હોઈ શકે છે જેમાં 4GB Ram/64GB અને 6GB-8GB/ 128 GB સ્ટોરેજ આપવામાં આવી છે.
આ ફોનમાં 4000 mAh બેટરી આપવામાં આવી છે. જેમાં ફાસ્ટ ચાર્જિં સપોર્ટ આપવામાં આવ્યું છે. સ્માર્ટફોન 20 વૉટની VOOC 3.0 ચાર્જર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 9 પાઈ પર આધારિત ઑપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. ગેમિંગ માટે હાઈપર બુસ્ટ 2.0 ટેકનીક આપવા માં આવી છે.
આ સ્માર્ટફોનની શરૂઆતી કિંમત 16 હજાર છે. 6GB/128 GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 16,999 રૂપિયા છે. જ્યારે 8GB/128GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 18,999 રૂપિયા છે. આ સ્માર્ટફોનની પ્રથમ સેલ 16 સપ્ટેમ્બરે ફ્લિપકાર્ટ પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion