શોધખોળ કરો
Advertisement
દમદાર સ્ટીરિયો સ્પીકર અને 128જીબી સ્ટૉરેજ સાથે લૉન્ચ થયો ચીની કંપનીનો સસ્તો ફોન, જાણો ક્યારે થશે સેલ.......
Redmi 9 Powerની કિંમતની વાત કરીએ તો આમાં 4જીબી રેમની સાથે 64 જીબી સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 10999 રૂપિયા છે, જ્યારે 4જીબી રેમ અને 128 જીબી સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 11999 રૂપિયા રાખવામાં આવી છે
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમી પોતાની બ્રાન્ડ રેડમીનો વધુ એક ખાસ સ્માર્ટફોન ભારતીય માર્કેટમાં લૉન્ચ કરી દીધો છે. શ્યાઓમીએ પોતાના Redmi 9 Power ફોનને આજે લૉન્ચ કરી દીધો છે, ફોનમાં સ્ટીરિયો સ્પીકર અને 128જીબી સ્ટૉરેજ જેવા દમદાર ફિચર્સ આપ્યા છે.
Redmi 9 Powerની કિંમતની વાત કરીએ તો આમાં 4જીબી રેમની સાથે 64 જીબી સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 10999 રૂપિયા છે, જ્યારે 4જીબી રેમ અને 128 જીબી સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 11999 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહક અત્યારે આ ફોનના નેમલી બ્લેઝિંગ બ્લૂ, ઇલેક્ટ્રૉનિક ગ્રીન ફિયરી રેડ અને માઇટી બ્લેક કલર વેરિએન્ટની ખરીદી શકે છે. ફોનનુ વેચાણ 22 ડિસેમ્બરથી શરૂ થશે.
Redmi 9 Powerના ફિચર્સની વાત કરીએ તો આમા કંપનીએ એન્ડ્રોઇડ 10 ઓપરેટિગ સિસ્ટમ આપી છે. આની ડિસ્પ્લે 6.53 ઇંચની ફૂલ એચડી છે. કંપનીએ આમાં ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 662 પ્રૉસેસર આપ્યુ છે.
આ ફોનમાં ચાર રિયર કેમેરા છે, જેમાં મેન 48 મેગાપિક્સલનો, બીજો 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ, ત્રીજો 2 મેગાપિક્સલનો મેક્રો ચોથો લેન્સ 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર વાળો છે. સેલ્ફી માટે ફોનમાં 8 મેગાપિક્સલનો લેન્સ આપવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement