શોધખોળ કરો
Advertisement
ભારતમાં આઈફોન-12 અને આઈફોન-12 પ્રોનું વેચાણ આજથી શરૂ, જાણો શું છે ખાસ ઓફર્સ
ભારતમાં આઈફોન 12 અને આઈફોન 12 પ્રો નું વેચાણ આજથી શરૂ થઈ ગયું છે.
નવી દિલ્હી: ભારતમાં આઈફોન 12 અને આઈફોન 12 પ્રો નું વેચાણ આજથી શરૂ થઈ ગયું છે. પરંતુ આ હેન્ડસેટ એજ યૂઝર્સને મળી શકશે જેમણે 23 ઓક્ટોબરે પ્રી-બુકિંગ કરાવ્યું હતું. થોડા દિવસ પહેલા જ આઈફોન-12ની પ્રી-બુકિંગ શરૂ થયું હતું.
ભારતમાં આઈફોન-121 (64 GB)ની શરૂઆતની કિંમત 79,000 રૂપિયા રાખવામાં આવી થે, જ્યારે 128 GB સ્ટોરેજમાં આ ફોનની કિંમત 84,900 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે 245 GB સ્ટોરેજમાં આ હેન્ડસેટ 94,900 માં ઉપલબ્ધ થશે.
જાણકારી માટે જણાવીએ દઈએ કે આઈફોન-12 પ્રો ત્રણ સ્ટોરેજ વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે. 128GB સ્ટોરેજ સાથે તેની કિંમત 1,19,900 રૂપિયા, 256GB સ્ટોરેજની સાથે તેની કિંમત 1,29,900 રૂપિયા અને 512GB સ્ટોરેજ સાથે તેની કિંમત 1,49,900 રૂપિયા રાખવામાં આવી છે.
જાણકારી માટે જણાવી દઈએ કે ખાસ ઓફર્સમાં જૂના હેન્ડસેટને બદલવા પર 21,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જ્યારે, આ ઓફરનો લાભ તમે એપલના ઓફિશિયલ સાઈટ પર જઈને મેળવી શકો છો. આ સિવાય એસડીએસસી બેંક તરફથી પણ આઈફોન-12 અને આઈફોન-12 પ્રો ખરીદવા પર 6000 સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સાથે જ તમે આ ફોનને 6 મહિના નો-કોસ્ટ ઈએમઆઈ પર પણ સરળતાથી ખરીદી શકો છો.
આઈફોન12 માં 6.1 ઈંચની એચડી સુપર રેટિના એક્સડીઆર ડિસ્પ્લે છે. આ સિવાય આ ફોનમાં અલ્ટ્રા ચાર્જિંગ ટેકનીકનો પણ સર્પોટ મળી રહ્યો છે. આ સ્માર્ટફોન iOS 14 આઉટ ઓફ ધ બોક્સ પર કામ કરે છે. કંપનીએ આઈફોન-12માં ડ્યૂઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં 12MP નો અલ્ટ્રા-વાઈડ એંગલ લેન્સ અને 12MP નો વાઈડ એંગલ લેંસ છે. આ સિવાય ફોનના ફ્રન્ટમાં 12MP નો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આરોગ્ય
દેશ
દેશ
Advertisement