(Source: ECI/ABP News/ABP Majha)
Samsung એ ભારતમાં લોન્ચ કર્યો સસ્તો સ્માર્ટફોન Samsung Galaxy F14 4G, જાણો કિંમત
Samsung એ ભારતીય બજારમાં સસ્તા અને પાવરફુલ ફીચર્સ સાથે તેનો નવો સ્માર્ટફોન Samsung Galaxy F14 4G લોન્ચ કર્યો છે.
Samsung Galaxy F14 4G Smartphone: Samsung એ ભારતીય બજારમાં સસ્તા અને પાવરફુલ ફીચર્સ સાથે તેનો નવો સ્માર્ટફોન Samsung Galaxy F14 4G લોન્ચ કર્યો છે. જે યુઝર્સને ઓછી કિંમતમાં ફોટોગ્રાફીનો શાનદાર અનુભવ આપશે. આવી સ્થિતિમાં, જો તમે ઓછી કિંમત સાથે શ્રેષ્ઠ સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો સેમસંગ ગેલેક્સી F14 4G તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. ચાલો જાણીએ તેની કિંમત અને વિશેષતાઓ વિશે.
Samsung Galaxy F14 4G: કિંમત અને વિશેષતા
Samsung Galaxy F14 4G સ્માર્ટફોન 4GB + 64GB સ્ટોરેજ સાથેના સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે અને તેની કિંમત માત્ર 8,999 રૂપિયા છે. તમે તેને મૂનલાઇટ સિલ્વર અને પેપરમિન્ટ ગ્રીન કલર વેરિએન્ટમાં ખરીદી શકો છો. આ સ્માર્ટફોન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ હશે અને નો-કોસ્ટ EMI વિકલ્પ સાથે ખરીદી શકાય છે.
Samsung Galaxy F14 4G: સ્પેસિફિકેશન અને ફિચર્સ
Samsung Galaxy F14 4G સ્માર્ટફોનમાં 6.7-ઇંચની ફુલ HD+ સ્ક્રીન છે અને તે સ્નેપડ્રેગન 680 પ્રોસેસરથી સજ્જ છે. પાવર બેકઅપ માટે, સ્માર્ટફોનમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી છે.
આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે
ફોનના કેમેરા સેક્શનની વાત કરીએ તો તેમાં યુઝર્સને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે. ફોનનું પ્રાથમિક સેન્સર 50MPનું છે જ્યારે 2MPનું સેકન્ડરી સેન્સર આપવામાં આવ્યું છે.વીડિયો કોલિંગ અને સેલ્ફીની સુવિધા માટે તેમાં 13MP ફ્રન્ટ કેમેરા હશે. ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. કંપનીએ વચન આપ્યું છે કે ફોન સાથે યુઝર્સને બે વર્ષ માટે અપગ્રેડ અને 4 વર્ષ માટે સુરક્ષા અપડેટ્સ મળશે. Samsung Galaxy F14 4G સ્માર્ટફોન પહેલા કંપનીએ Samsung Galaxy F14 5G સ્માર્ટફોન માર્કેટમાં લૉન્ચ કર્યો છે. જે 10,999 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ છે.
Samsung Galaxy F14 5G ફોન 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ સાથે 8,999 રુપિયામાં ખરીદી શકો છો. સેમસંગનો આ સૌથી સસ્તો સ્માર્ટફોન છે. જે લોકો ઓછા પૈસામાં સારો સ્માર્ટફોન લેવા માંગતા હોય તેમના માટે આ સેમસંગનો સ્માર્ટફોન બેસ્ટ રહેશે. પાવર બેકઅપ માટે, સ્માર્ટફોનમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી આપવામાં આવી છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial