શોધખોળ કરો
Advertisement
સેમસંગનો ત્રીજો ફોલ્ડેબલ ફોન Galaxy Z Fold 2 થયો લોન્ચ, જાણો શું કિંમત અને ફીચર્સ
Galaxy Z Flipની તુલનામાં આ ફોનમાં ઘણા અપગ્રેડ્સ આપવામાં આવ્યા છે.
નવી દિલ્હી: સેમસંગે પોતાનો ત્રીજો ફોલ્ડેબલ સ્માર્ટફોન Samsung Galaxy Z Fold 2 ને લોન્ચ કરી દીધો છે. ગેલેક્સી અનપેક્ડ 2020 પાર્ટ 2 વર્ચુઅલ ઈવેન્ટમાં લોન્ચ કર્યો છે. આ ફોન પહેલા કરતા વધુ ફ્લેક્સિબલ ડિસ્પ્લે સાથે લોન્ચ કર્યો છે. Galaxy Z Flipની તુલનામાં આ ફોનમાં ઘણા અપગ્રેડ્સ આપવામાં આવ્યા છે.
આ ફોનમાં 6.2 ઈંચની કવર સ્ક્રીન છે, સાથે જ તેની મેઈન સ્ક્રીન ખુલવા પર 7.6 ઈંચની છે. કંપની અનુસાર ગેલેક્સી ફોલ્ડમાં 4.6 ઈંચની કવર સ્ક્રીન અને 7.3 ઈંચની મેઈન સ્ક્રીન છે અને તેના આધાર પર Galaxy Z Fold 2 ઘણો એડવાન્સ છે. આ ફોન 12જીબી રેમ અને 512 જીબી મેમોરી અને 12 જીબી રેમ તથા 256 જીબી મેમોરી સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.
Samsung Galaxy Z Fold 2માં 4500 mAh ની બેટરી આપવામાં આવી છે. Galaxy Z Fold 2 મિસ્ટિક બ્લેક અને મિસ્ટિક બ્રાંઝ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
શાનદાર કેમેરા ફીચર્સ
આ ફોનમાં 10 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા છે અને રિયર કેમેરામાં ત્રણ સેન્સર આપવામાં આવ્યા છે. રિયર કેમેરામાં 12 એમપી અલ્ટ્રા વાઈડ, 12એમપી વાઈડ એન્ગલ અને 12 એમપી ટેલીફોટો કેમેરા છે, તેની સાથે 10x ઝૂમ કરી શકાય છે.
આ ફોન ભારતમાં ક્યારે લોન્ચ થશે તેની હજુ કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ અમેરિકામાં આ ફોન 1,999 ડોલર એટલે કે લગભગ 1,48,300 રૂપિયા કિંમત છે. બજારમાં Samsung Galaxy Z Fold 2 ની ટક્કર Motorola razr સાથે થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement