શોધખોળ કરો
Advertisement
સેમસંગે માર્કેટમાં ઉતારી ખાસ સ્માર્ટવૉચ અને ઇયરબડ્સ, જાણો શું છે ખાસિયત
સેમસંગે પોતાની સેમસંગ Galaxy Buds Live અને Samsung Galaxy Watch 3 ભારતમાં લૉન્ચ કરી દીધી છે. આજકાલ આ પ્રૉડક્ટ્સને કંપનીની ઓનલાઇન સ્ટૉર્સ પરથી ખરીદી શકાય છે
નવી દિલ્હીઃ સેમસંગે પોતાની સેમસંગ Galaxy Buds Live અને Samsung Galaxy Watch 3 ભારતમાં લૉન્ચ કરી દીધી છે. આજકાલ આ પ્રૉડક્ટ્સને કંપનીની ઓનલાઇન સ્ટૉર્સ પરથી ખરીદી શકાય છે. આને તમે ઓફલાઇન પણ ખરીદી શકો છો. કંપનીએ ઇયરબડ્સની કિંમત 14,999 રૂપિયા અને ગેલેક્સી વૉચની કિંમત 29,990 રૂપિયા રાખી છે.
Samsung Galaxy Watch 3
Samsung Galaxy Watch 3 બે સાઇઝ 41mm અને 45mmની સાથે માર્કેટમાં ઉતારવામાં આવી છે, આમાં બે કલર ઓપ્શન મળશે. આમાં મિસ્ટિક બ્રૉન્ઝ અને મિસ્ટિક સિલ્વર કલર ઓપ્શન સામેલ છે. આમાં બ્લૂટૂથ અને 4G સપોર્ટ આપવામાં આવ્યો છે. વૉચના બ્લૂટૂથ મૉડલની પ્રાઇસ 29,990 અને 4G મૉડલની પ્રાઇસ 34,990 રૂપિયા છે.
Samsung Galaxy Watch 3ના બન્ને મૉડલ ખરીદવા પર 4,500 રૂપિયા અને 5000 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેકની ઓફર આપવામાં આવી રહી છે. અમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપરાંત સેમસંગ શૉપ પર 20 થી 26 ઓગસ્ટની વચ્ચે પ્રી-બુકિંગ કરવા પર કેશબેક મળશે.
Samsung Galaxy Buds Live
સેમસંગ ગેલેક્સી બડ્સ લાઇવમાં 8 કલાકની બેટરી લાઇફ આપવામાં આવી છે, આ ઇયરબડ્સને પાંચ મિનીટ ચાર્જ કરવાથી એક કલાક સુધી યૂઝ કરી શકાય છે. આ ત્રણ કલર ઓપ્શનમાં મળશે. જેમાં મિસ્ટિક બ્રાન્ઝ, મિસ્ટિક બ્લેક અને મિસ્ટિક વ્હાઇટ કલર ઓપ્શન સામેલ છે. આનો સેલ 25 ઓગસ્ટથી શરૂ થશે. જો તમે આને ખરીદવા માંગતા હોય તો 25 ઓગસ્ટના સેલમાંથી ખરીદી શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement