(Source: ECI/ABP News/ABP Majha)
‘મીડિયામાં પ્રચાર કરો કે...’ WhatsApp પ્રાઇવેસી પોલિસીને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટનો આદેશ
WhatsAppની પ્રાઇવેસી પોલિસીને પડકારતી અરજીઓ પર બુધવારે (1 ફેબ્રુઆરી) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી.
Supreme Court On WhatsApp Privacy Policy: WhatsAppની પ્રાઇવેસી પોલિસીને પડકારતી અરજીઓ પર બુધવારે (1 ફેબ્રુઆરી) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે કોર્ટે સરકારની ખાતરીની નોંધ લીધી છે કે માર્ચ મહિનામાં સંસદમાં નવું ડેટા પ્રોટેક્શન બિલ લાવવામાં આવશે. કોર્ટે વ્હોટ્સએપને મીડિયામાં તેની એફિડેવિટનો વ્યાપકપણે પ્રચાર કરવા કહ્યું કે લોકો હાલમાં તેની 2021 પ્રાઇવેસી પોલિસીને અનુસરવા માટે બંધાયેલા નથી.
Data protection: SC asks WhatsApp to publicise undertaking given to Centre in 2021
— ANI Digital (@ani_digital) February 1, 2023
Read @ANI Story | https://t.co/X8WT1yABac#SupremeCourtOfIndia #WhatsApp #dataprotection pic.twitter.com/1n0rkF0lE5
સુપ્રીમ કોર્ટે વોટ્સએપને 2021માં પાંચ અખબારોમાં જાહેરાત આપવાનો આદેશ આપ્યો છે, જેથી મીડિયામાં સરકારને આપવામાં આવેલી તેની બાંયધરીનો પ્રચાર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટ બે વિદ્યાર્થીઓ કર્મણ્ય સિંહ સરીન અને શ્રેયા સેઠી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમણે ફેસબુક અને અન્ય લોકો સાથે WhatsApp દ્વારા યુઝર્સના ડેટાને શેર કરવાને પડકાર્યો હતો.
મંગળવારે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
આ મામલે સુપ્રીમ કોર્ટે મંગળવારે (31 જાન્યુઆરી) કહ્યું હતું કે તે બજેટ સત્રમાં ડેટા પ્રોટેક્શન બિલ રજૂ થયા બાદ WhatsAppની પેરેન્ટ કંપની Facebook અને અન્ય સાથે યુઝર્સના ડેટા શેર કરવાની નીતિને પડકારતી અરજી પર વિચાર કરશે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ કેએમ જોસેફની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચને જણાવ્યું હતું કે ડેટા પ્રોટેક્શન બિલ સંસદના વર્તમાન સત્રના બીજા ભાગમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
તેમણે કહ્યું હતું કે બજેટ સત્રના બીજા ભાગમાં વહીવટી મુદ્દાઓને આધિન નવું ડેટા પ્રોટેક્શન બિલ રજૂ કરવામાં આવશે. અમે એફિડેવિટ દાખલ કરી છે. વોટ્સએપનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સૂચવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે બિલની રજૂઆતની રાહ જોવી જોઈએ. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બિલની રજૂઆતની રાહ જોવામાં કોઈ નુકસાન નથી અને આ દરમિયાન આકાશ તૂટી પડવાનું નથી.
WhatsAppના આ 'મચ અવેટેડ' ફિચરનું ટેસ્ટિંગ શરૂ, યૂઝર્સ એપમાં કરી શકશે આ ખાસ કામ, જાણો ફિચર વિશે....
Whatsapp New Updates: દુનિયાભરમાં સૌથી વધુ વપરાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. કંપની દુનિયાભરમાં 2 અબજથી વધુ યૂઝર્સને એક ખાસ ફિચર આપવા પર કામ કરી રહી છે. વૉટ્સએપ પર નજર રાખનારી ફર્મ અનુસાર, કંપની બહુ જલદી પોતાના યૂઝર્સને વૉટ્સએપ બ્લૉક ફિચર આપી શકે છે. આની મદદથી યૂઝર્સ ચેટ લિસ્ટમાંથી જ લોકોને બ્લોક કરી શકશે.
વૉટ્સએપ પર નજર રાખનારી કેટલીય અંગ્રેજી રિસર્ચ ફર્મ વેબસાઇટ અને વીબોના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે, વૉટ્સએપનુ આ નવુ બ્લૉક ફિચર્સ આગામી કેટલીક સપ્તાહમાં આવી શકે છે. એટલે કે આગામી બેથી ત્રણ સપ્તાહમાં, ફેબ્રુઆરીમાં રિલીઝ થઇ શકે છે, હાલમાં આ ફિચર્સ ટેસ્ટિંગ મૉડમાં છે. જાણો આ અપકમિંગ ફિચર્સ વિશે.........
વોટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખતી વેબસાઈટ WABetaInfo અનુસાર WhatsApp ચેટ લિસ્ટમાં બ્લોક ફીચર ઉમેરવાનું છે. એટલે કે નવા અપડેટમાં લોકોને ચેટ લિસ્ટમાં જ બ્લોક ઓપ્શન જોવા મળશે. હવે જો કોઈ વ્યક્તિ ચેટ લિસ્ટ ખોલે છે, તો અહીં તેને ઉપરના જમણા ખૂણે બ્લોકનો વિકલ્પ દેખાતો નથી. માત્ર ન્યૂ ગ્રુપ, ન્યૂ બ્રોડકાસ્ટ, લિન્ક ડિવાઈસ, સ્ટાર મેસેજ, પેમેન્ટ અને સેટિંગ્સનો વિકલ્પ જ દેખાઈ રહ્યો છે. પરંતુ નવા અપડેટ પછી યુઝર્સને અહીં બ્લોકનો વિકલ્પ પણ દેખાશે અને તેઓ લોકોને બ્લોક કરી શકશે. નવા ફીચરને કેટલા સમય સુધી રોલઆઉટ કરવામાં આવશે તેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પરંતુ હંમેશની જેમ તે પહેલા બીટા વર્ઝનમાં આવશે