શોધખોળ કરો
Advertisement
6000 mAhની દમદાર બેટરી સાથે લોન્ચ થયો Tecno Spark 6 Air, કિંમત છે સાવ સસ્તી
ટેક્નો સ્પાર્ક 6 એયરમાં ફોટોગ્રાફી માટે ટ્રિપલ રિયલ કમેરે સેટઅપ આપવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ સ્માર્ટફોન કંપની Tecnoએ ભારતમાં વધુ એક સસ્તો સ્માર્ટફોન Tecno Spark 6 Air લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત માત્ર 7999 રૂપિયા છે, તેમ છતાં આ ફોનમાં શાનદાર ફીચર આપવામાં આવ્યા છે. ફોનને તમે 6 ઓગસ્ટથી ખરીદી શકો છો. તેને એમેઝોન પર ખરીદી શકાય છે.
સ્પેસિફિકેશન્સ
Tecno Spark 6 Airમાં 7 ઇંચની એચડી+ ડિસ્પ્લે આપવામાં આવી થે, જેનું રિઝોલ્યુંશન 1640x720 પિક્સલ છે. એક જ વેરિઅન્ટ 2જીબી રેમ + 32જીબી સ્ટોરેજમાં લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ સ્ટોરેજનો વધારવા માટે માઈક્રોએસડી કાર્ડ સપોર્ટ આપવામાં આવ્યું છે. તેમાં મીડિયાટેક હીલિયો A22 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ
ટેક્નો સ્પાર્ક 6 એયરમાં ફોટોગ્રાફી માટે ટ્રિપલ રિયલ કમેરે સેટઅપ આપવામાં આવ્યું છે. તેના રિયર કેમેરામાં f/1.8 અપર્ચરની સાથે 13 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર અને 2 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર આપવામાં આવ્યું છે. જ્યારે સેલ્ફી માટે આ ફોનમાં 8 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન બે કલર ઓપ્શન-કોમિટ બ્લેક અને ઓશન બ્લૂમાં આવે છે.
દમદાર છે બેટરી
બેટરીની વાત કરીએ તો ફોનમાં 6000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો ફોનમાં ડ્યૂઅલ 4G LTE સપોર્ટ, વાઈ ફાી, બ્લૂટૂથ, જીપીએસ અને માઈક્રો યૂએસબી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ પહેલા કંપનીએ ભારતમાં 6000mAh બેટરીવાળો ટેક્નો સ્પાર્ક 2 સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. કંપનીએ તેને 10 હજાર રૂપિયાથી ઓછી કિંમગના સેગમેન્ટમાં લોન્ચ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement