શોધખોળ કરો
Advertisement
તમારા ફોનમાં આ 17 એપ હોય તો તરત કાઢી નાંખો, નહિંતર તમારું બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી
એન્ડ્રૉડઇ યૂઝર્સને ચેતાવણી આપી છે કે આ 17 એપ્સ તમારા મોબાઇલમાં હોય તો તેને તરત જ ડિલીટ કરી દેવી જોઇએ. આ એપ્લિકેશનો યૂઝર્સને ખબર પણ પડવા દેતા નથી અને ધીમે ધીમે તેમના એકાઉન્ટને ખાલી કરે છે
નવી દિલ્હીઃ આજકાલ સ્માર્ટફોન યૂઝર્સ મોટા ભાગનુ કામ સ્માર્ટફોનના એક ટચથી કરતા શીખી ગયા છે, આનાથી સમય અને પૈસા બન્નેની બચત થાય છે. આ માટે સ્માર્ટફોન યૂઝર્સ પોતાના સ્માર્ટફોનમાં કેટલાક કામની એપ્સ રાખે છે, આની સાથે કેટલાક નકામી એપ્સ પણ સામેલ હોય છે. પંરતુ તમને ખબર છે ગૂગલ પ્લે સ્ટૉર પર એવી 17 એપ્સ છે જે તમારી બેન્ક ડિટેલ ચોરી શકે છે, અને બેન્કના પૈસા પણ ખાલી કરી શકે છે. એન્ડ્રૉઇડે પોતાના યૂઝર્સને આ 17 એપ્સ સામે ચેતાવણી આપી છે.
સાયબર સિક્યુરિટી અને સોફ્ટવેર ફર્મ Sophosના સંશોધકોએ આ ખતરનાક એપ્સનો ખુલાસો કર્યો છે. રિપોર્ટ અનુસાર, આ બધી ફ્લેસવેર એપ્લિકેશંસ છે અને તેઓએ ગૂગલ પ્લે સ્ટોરની નીતિનું ઉલ્લંઘન કર્યું છે. એન્ડ્રૉડઇ યૂઝર્સને ચેતાવણી આપી છે કે આ 17 એપ્સ તમારા મોબાઇલમાં હોય તો તેને તરત જ ડિલીટ કરી દેવી જોઇએ. આ એપ્લિકેશનો યૂઝર્સને ખબર પણ પડવા દેતા નથી અને ધીમે ધીમે તેમના એકાઉન્ટને ખાલી કરે છે. જો તમે પણ Android સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય તો આ એપ્સને તરત જ ડિલીટ કરી દો.
રિસર્ચરોએ આવી 17 એપ્સની એક યાદી તૈયાર કરી છે જે નીચે પ્રમાણે છે....
આ એપ્સ છે ખતરનાક.....
com.photoconverter.fileconverter.jpegconverter
com.recoverydeleted.recoveryphoto.photobackup
com.screenrecorder.gamerecorder.screenrecording
com.photogridmixer.instagrid
com.compressvideo.videoextractor
com.smartsearch.imagessearch
com.emmcs.wallpapper
com.wallpaper.work.application
com.gametris.wallpaper.application
com.tell.shortvideocom.csxykk.fontmoji
com.dev.palmistryastrology
com.video.magiciancom.el2020xstar.xstar
com.dev.furturescopecom.fortunemirror
com.itools.prankcallfreelitecom.isocial.fakechat
com.old.mecom.myreplica.celebritylikeme.pro
com.nineteen.pokeradar
com.pokemongo.ivgocalculatorcom.hy.gscanner
સંશોધનકર્તાએ એક બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું કે ગૂગલમાં મળતી આ એપ્સની શરતો અને ફોન્ટ્સ ખૂબ હળવા છે, જે વાંચી શકાતા નથી. જો કે, તેમાં કેટલીક ભૂલો છે જે કેટલાક ખતરનાક કાર્યને મંજૂરી આપે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ખેતીવાડી
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion