શોધખોળ કરો

Twitter: Twitterએ પાંચ દેશોમાં શરૂ કરી પોતાની પેઇડ બ્લૂ ટિક સર્વિસ, હાલમાં IOS યુઝર્સને મળશે ફાયદો

ટ્વિટરે કહ્યું કે આજથી અમે Twitter Blue માં ખૂબ જ સારી નવી સુવિધાઓ ઉમેરી રહ્યા છીએ

Twitter Blue Tick Subscription: ટેસ્લાના સીઈઓ અને ટ્વિટરના નવા માલિક એલન મસ્કનો આઠ ડોલરનો પ્લાન લાગુ કરી દીધો છે. Appleએ તેના ગ્રાહકોને ટ્વિટરના નવા નિર્ણય વિશે માહિતી આપવાનું શરૂ કરી દીધું છે. હવે એપલના એપ સ્ટોર પર ટ્વિટર એપ ડાઉનલોડ કરતી વખતે લખવામાં આવે છે ટ્વિટર બ્લુ ટિક સેવા માટે તમારે દર મહિને 7.99 ડોલર ચૂકવવા પડશે. હાલમાં ટ્વિટર બ્લુ ટિકની સેવા માત્ર યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં જ ઉપલબ્ધ છે.

હાલમાં આ પ્લાન માત્ર iOS યુઝર્સ માટે જ શરૂ કરવામાં આવ્યો છે. આ યોજના અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને બ્રિટનના લોકો માટે શરૂ કરવામાં આવી છે. મસ્કે ટ્વિટર પર બ્લુ ટિકની કિંમત 8 (લગભગ 661 રૂપિયા) ડોલર પ્રતિ મહિને રાખી છે. જો કે, 8 ડોલરની આ ફી દેશો અનુસાર બદલાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મસ્ક ટ્વિટર પર બ્લુ ટિક ચાર્જને લઈને અનેક ટ્વિટ કરી ચૂક્યા છે. તેમણે અનેક ટ્વિટ કરી સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ વ્યક્તિ ચુકવણી કરી શકે છે અને બ્લુ ટિક મેળવી શકે છે. જો કે, બ્લુ ટિક યુઝર્સને ઘણા ફાયદા પણ આપવામાં આવશે. આમાંનો એક ફાયદો એ છે કે તેમને ઓછી જાહેરાતો જોવા મળશે. ભારતમાં ટ્વિટર બ્લુ સબ્સ્ક્રિપ્શનની કિંમત કેટલી હશે તે અત્યારે સ્પષ્ટ નથી. સામાન્ય રીતે અન્ય સબ્સ્ક્રિપ્શન સેવાઓ યુએસમાં વધુ મોંઘી હોય છે, પરંતુ ભારતમાં તેની કિંમત ઓછી હોય છે. ટ્વિટરે તેની માઇક્રોબ્લોગિંગ સાઈટ પર નવા એપ અપડેટ વિશે માહિતી આપી હતી.

ટ્વિટરે કહ્યું કે આજથી અમે Twitter Blue માં ખૂબ જ સારી નવી સુવિધાઓ ઉમેરી રહ્યા છીએ. જો તમે હમણાં સાઇન અપ કરો તો પ્રતિ મહિને 7.99 ડોલર ચૂકવીને Twitter Blue ટિક મેળવી શકશો. સોશિયલ મીડિયા વેબસાઈટે વધુમાં ઉમેર્યું હતું કે તમારા એકાઉન્ટને તમે પહેલાથી જ જેને ફોલો કરો છો તે સેલિબ્રિટી, કંપનીઓ અને રાજકારણીઓની જેમ જ બ્લુ ટિક મળશે. ટ્વિટર પર શું બદલાશે? આ ઉપરાંત ટ્વિટરે બ્લુ ટિક એકાઉન્ટને મળનારી સુવિધાઓની યાદી જાહેર કરી છે. કંપનીએ કહ્યું કે ટ્વિટર બ્લુ ગ્રાહકોને ઓછી જાહેરાતો મળશે, તેઓ લાંબા સમય સુધીનો વીડિયો પોસ્ટ કરી શકશે અને ગુણવત્તાયુક્ત સામગ્રી માટે પ્રાથમિકતા રેન્કિંગ પ્રાપ્ત કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી

L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'

Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર હવે નવો વિવાદ,આફ્રિકામાં શરુ થયું આ ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન

Myths Vs Facts: શું રાત્રે કેળા ખાવાથી નુકસાન થાય છે? જાણી લો સત્ય
Myths Vs Facts: શું રાત્રે કેળા ખાવાથી નુકસાન થાય છે? જાણી લો સત્ય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખૂંટે બાંધો ખૂંટિયાHun To Bolish : હું તો બોલીશ : ડાયરામાં ડખોBrijraj Gadhvi Vs Devayat Khavad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખોUttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર હવે નવો વિવાદ,આફ્રિકામાં શરુ થયું આ ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર હવે નવો વિવાદ,આફ્રિકામાં શરુ થયું આ ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન
Myths Vs Facts: શું રાત્રે કેળા ખાવાથી નુકસાન થાય છે? જાણી લો સત્ય
Myths Vs Facts: શું રાત્રે કેળા ખાવાથી નુકસાન થાય છે? જાણી લો સત્ય
Free Aadhaar Update: 10 વર્ષ જૂના આધાર કાર્ડને મફતમાં કરો અપડેટ, ફોલો કરો આ સ્ટેપ્સ

ગજબ છે પોલીસ! ચાલતા જઇ રહેલા વ્યક્તિને હેલ્મેટ નહી પહેરવાનો ફટકાર્યો 300 રૂપિયા દંડ

તમારા હાર્ટ અને સારી ઊંઘ માટે આ પ્રકારનું હોવું જોઇએ ડાયટ

સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ

Embed widget