શોધખોળ કરો
Twitter ભારતમાં શરૂ કરશે ઇન્સ્ટા સ્ટોરી જેવું 'Fleets ફીચર', 24 કલાકમાં આપોઆપ ગાયબ થઈ જશે પોસ્ટ
ભારતમાં આ એપલના આઈઓએસ અને ગૂગલના ઇન્ડ્રોઈડ યૂઝર્સ બન્ને માટે ઉપલબ્ધ હશે.
નવી દિલ્હીઃ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટ્વિટર ટૂંકમાં જ ભારતમાં પોતાનું ‘ફ્લીટ્સ’ ફીચર શરૂ કરશે. બ્રાઝીલ અને ઇટલી બાદ ભારત વિશ્વમાં ત્રીજો એવો દેશ હશે જ્યાં કંપની આ ફીચર રજૂ કરશે. ટ્વિટરએ એક નિવેદનમાં કહ્યું કે, તેનાથી યૂઝર્સ એવું કન્ટેન્ટ શેર કરશે, જે 24 કલાકમાં આપોઆપ ગાયબ થઈ જશે.
ભારતમાં આ એપલના આઈઓએસ અને ગૂગલના ઇન્ડ્રોઈડ યૂઝર્સ બન્ને માટે ઉપલબ્ધ હશે. આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના ‘સ્ટોરી’ ફીચર જેવું જ હશે.
રીટ્વીટ, લાઈક અથવા કમેન્ટ કરવા માટે ઓપ્શન નહીં હોય
કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, ફ્લીટ્સને રીટ્વીટ નહીં કરી શકાય. ના તો તેના પર લાઇક અથવા પબ્લિક કમેન્ટ કરી શકાશે. જો કોઈ આ રીતે મેસેજ પર પ્રતિક્રિયા આપવા માગતું હશે તો તે યૂઝર્સને સીધા જ ઇનબોક્સમાં મેસેજ મોકલીને વાતચીત કરી શકે છે. કંપની અનુસાર લોકોને કોઈપણ ફ્લીટને સામુદાયિક નિયમો અનુસાર નહીં હોવા પર ફરિયાદ કરવાની સુવિધા પણ મળશે.
કેવી રીતે કરશો ફ્લીટ્સનો ઉપયોગ
ફ્લીટ્સ ફીચરને હાલમાં ટેસ્ટિંગ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. તમે એ પણ જાણી શકો છો કે ક્યા ક્યા ફોલોઅર્સ અથવા નોન ફોલોઅર્સે તમારું ફ્લીટ જોયું છે. ફ્લીટ્સ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે ટ્વિટર પ્રોભાઈલની ડાબી બાજુ બનેલ અવતાર પર ક્લિક કરો. યૂઝર અહીં કોઈપણ તસવીર કે વીડિયો અપલોડ કરી શકે છે.
કોઈ બીજું ફ્લીટ જોવા માટે એ વ્યક્તિના પ્રોફાઈલ પર ક્લિક કરો. ત્યાર બાદ એ વ્યક્તિનું ફ્લીટ જોઈ શકાય છે. ત્યાં ડાયરેક્ટ મેસેજનું પણ બટન પણ છે, જેના પર ક્લિક કરીને તમે તમારી પ્રતિક્રિયા આપી શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement