શોધખોળ કરો
Advertisement
રાજકીય જાહેરાતો પર આગામી મહિનાથી પ્રતિબંધ લગાવશે ટ્વિટર, CEOએ કરી જાહેરાત
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટી સૂચનાઓ સાથે ચૂંટણી જીતવાનો પ્રયાસને રોકવા માટે દબાણનો સામનો કરીએ છીએ
નવી દિલ્હીઃ ભારતીય રાજનીતિમાં સોશિયલ મીડિયાના વધતા ઉપયોગના કારણે ટ્વિટર પોતાની રણનીતિમાં કેટલોક ફેરફાર કરશે. આવનારા દિવસોમાં તમને ટ્વિટર પર રાજકીય પાર્ટીઓની પોસ્ટ અને પ્રચાર જોવા નહી મળે. વાસ્તવમાં ટ્વિટર આગામી મહિનાથી પોતાના પ્લેટફોર્મ પર રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ લગાવશે.
ટ્વિટરના મુખ્ય કાર્યકારી અધિકારીએ બુધવારે નિવેદન જાહેર કરી કહ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટી સૂચનાઓ સાથે ચૂંટણી જીતવાનો પ્રયાસને રોકવા માટે દબાણનો સામનો કરીએ છીએ જેથી ટ્વિટર આગામી મહિનાથી રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ લગાવશે.
આ અંગે ટ્વિટરના સીઇઓ જેક ડોર્સીએ પોતાના એકાઉન્ટથી અનેક ટ્વિટ કર્યા હતા. તેમણે ટ્વિટર પર લખ્યું કે, પ્લેટફોર્મ (ટ્વિટર)નું માનવું છે કે રાજકીય સંદેશની પહોંચ પ્રાપ્ત થવી હોવી જોઇએ નહી કે ખરીદી થવી જોઇએ. નોંધનીય છે કે હાલના દિવસોમાં સોશિયલ મીડિયા કંપનીઓ જેમ કે ટ્વિટર અને ફેસબુક પર ખોટી જાણકારીઓ ફેલાવનારી જાહેરાતોને રોકવા માટેનું દબાણ વધી ગયું છે. નોંધનીય છે કે ટ્વિટર પર રાજકીય જાહેરાતો પર લાગનાર આ પ્રતિબંધ 22 નવેમ્બરથી શરૂ થશે.We’ve made the decision to stop all political advertising on Twitter globally. We believe political message reach should be earned, not bought. Why? A few reasons…????
— jack ???????????? (@jack) October 30, 2019
A political message earns reach when people decide to follow an account or retweet. Paying for reach removes that decision, forcing highly optimized and targeted political messages on people. We believe this decision should not be compromised by money.
— jack ???????????? (@jack) October 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion