શોધખોળ કરો
Advertisement
ભારતમાં PUBG મોબાઇલની વાપસી અંગે આવ્યા મોટા સમાચાર, જાણો RTIના જવાબમાં સરકારે શું કહ્યું......
ઉલ્લેખનીય છે કે 2 સપ્ટેમ્બરે ભારત સરકારે 118 ચીની મોબાઈલ એપ પર બેન લગાવ્યો હતો. જેમાં ભારતમાં ખૂબ જ જાણીતી પબજી એપ પણ સામેલ હતી
નવી દિલ્હીઃ પબજી મોબાઇલના લાખો ભારતીય ફેન્સ આ ગેમની ભારતમાં વાપસીને લઇને રાહ જોઇ રહ્યાં છે, પરંતુ હવે લાગે છે કે ફેન્સને આ ઇન્તજાર વધુ લાંબો કરવો પડી શકે છે. પબજીને લઇને અવારનવાર કંઇકને કંઇક અપડેટ આવતુ રહે છે. હવે રિપોર્ટ છે કે PUBG/Krafton અને કેન્દ્ર સરકારની વચ્ચે આને લઇને હાલ કોઇ ચર્ચા નથી થઇ, અને સરકાર સાથે કોઇ બેઠક પણ નથી થઇ. જ્યાં સુધી સરકાર સાથે આ અંગે કોઇ બેઠક થશે નહીં ત્યાં સુધી કંઇપણ કહી શકાય એમ નથી.
RTI માં મળ્યો આ જવાબ
રિપોર્ટ્સનુ માનીએ તો એક આરટીઆઇમાં પબજી મોબાઇલની ભારમતાં ફરીથી લૉન્ચિંગને લઇને આઇટી મંત્રાલયને પુછવામાં આવ્યુ હતુ, જેનો જવાબ મળ્યો હજુ સુધી PUBG/Krafton અને સરકારના અધિકારીઓ વચ્ચો ગેમની ભારતમાં વાપસીને લઇને કોઇ ઓફિશિયલ મીટિંગ નથી થઇ. વળી બીજીબાજુ પબજી કંપની તરફથી અધિકારીઓ સાથે સતત સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
માર્ચમાં લૉન્ચ થશે ગેમ?
મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો PUBG Corporation માર્ચમાં PUBG મોબાઇલ ઇન્ડિયાને લૉન્ચ કરવા માટે કોઇ કસર નથી છોડી રહ્યું. કંપની આ માટે કંન્દ્ર સરકાર સાથે સંપર્ક કરવા માટે નિરંતર પ્રયાસ કરી રહી છે. જોકે હજુ સુધી મોબાઇલ ઇન્ડિયાને લૉન્ચ કરવાની તારીખ વિશે જાણવા નથી મળ્યુ. પરંતુ આશા છે કે માર્ચ સુધી આ ગેમ ભારતમાં વાપસી કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે 2 સપ્ટેમ્બરે ભારત સરકારે 118 ચીની મોબાઈલ એપ પર બેન લગાવ્યો હતો. જેમાં ભારતમાં ખૂબ જ જાણીતી પબજી એપ પણ સામેલ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion