શોધખોળ કરો

WhatsApp ચેનલમાં આવશે આ મોટુ અપડેટ, ક્રિએટર્સ માટે કંપનીએ કર્યુ ટેસ્ટિંગ

આ અપડેટ વિશેની માહિતી વૉટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખતી વેબસાઇટ Wabetainfo દ્વારા શેર કરવામાં આવી છે

WhatsApp: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ ફરી એકવાર પોતાના યૂઝર્સને મોટી ગિફ્ટ આપવા જઇ રહી છે, આ વખતે કંપની વૉટ્સએપ ચેનલ માટે સ્પેશ્યલ ફિચર પર કામ કરી રહી છે, અને આ ફિચર ક્રિએટર્સ માટે ખુબ કામનું છે. વૉટ્સએપે થોડા સમય પહેલા ચેનલ ફિચરને લાઈવ કરી દીધું છે. હવે કંપની ચેનલ માલિકો માટે નવા ફિચર્સ પર કામ કરી રહી છે. ટૂંક સમયમાં જ ક્રિએટર્સ ચેનલની અંદર મેસેજ રિએક્શન ફિલ્ટર મળશે. આની મદદથી ક્રિએટર્સ All અને કૉન્ટેક્ટની વચ્ચેના મેસેજોની પ્રતિક્રિયાઓને ફિલ્ટર કરી શકશે. આનો અર્થ એ છે કે ક્રિએટર્સ એ જાણી શકશે કે તેમના કૉન્ટેક્ટમાંના કયા લોકોએ તેમની પૉસ્ટનો જવાબ આપ્યો છે. હાલમાં ચેનલના ફોલોઅર્સ ફક્ત ઇમૉજી દ્વારા જ તેમની પ્રતિક્રિયા આપી શકે છે.

આ અપડેટ વિશેની માહિતી વૉટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખતી વેબસાઇટ Wabetainfo દ્વારા શેર કરવામાં આવી છે. હાલમાં આ અપડેટ કેટલાક એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સ સાથે ઉપલબ્ધ છે. આવનારા સમયમાં કંપની તેને દરેક માટે રૉલઆઉટ કરી શકે છે. જો તમે વૉટ્સએપના તમામ નવા ફિચર્સ મેળવવામાં પ્રથમ બનવા માંગતા હો, તો તમે કંપનીના બીટા પ્રૉગ્રામ માટે નોંધણી કરાવી શકો છો.

વૉટ્સએપ ટૂંક સમયમાં ચેનલ માલિકોને ચેનલમાં વૉઇસ નૉટ્સ શેર કરવાની સુવિધા આપવા જઈ રહ્યું છે. આ ઉપરાંત કંપની ક્રિએટર્સ એડમિનિસ્ટ્રેટર એડ કરવાનો વિકલ્પ પણ આપવા જઈ રહી છે. આનાથી ક્રિએટર્સ તેમના વિશ્વાસુ લોકોને ચેનલના એડમિન બનાવી શકશે અને તેઓ નિર્માતાની ગેરહાજરીમાં ચેનલમાં પૉસ્ટ કરવાનું ચાલુ રાખી શકશે જેથી અનુયાયીઓ બહાર ના જાય. આ સાથે ચેનલ પર ફોલોઅર્સનું એન્ગેજમેન્ટ જળવાઈ રહેશે.

તાજેતરમાં જ લૉન્ચ થયું આ ફિચર
વૉટ્સએપ તાજેતરમાં મલ્ટિપલ એકાઉન્ટ ફિચર લાઈવ કર્યું છે. આની મદદથી તમે એક જ એપ્લિકેશનમાં બે WhatsApp એકાઉન્ટ ઓપન કરી શકો છો જે હાલમાં Instagram માં થાય છે. બે એકાઉન્ટ ખોલવા માટે તમારે સેટિંગ્સમાં જવું પડશે અને તમારા નામની બાજુમાં દેખાતા ડાઉનવર્ડ એરો પર ક્લિક કરવું પડશે. અહીં તમને એડ એકાઉન્ટનો ઓપ્શન મળશે. આના પર ક્લિક કરીને તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવો પડશે અને લૉગિન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

વૉટ્સએપ પર તમારું બીજું એકાઉન્ટ ખોલતાની સાથે જ તમે એક ક્લિકથી બે એકાઉન્ટ વચ્ચે સ્વિચ કરી શકો છો. આ અપડેટ પછી તમારે એક મોબાઇલ ફોન અથવા બે અલગ-અલગ મોબાઇલ ફોનમાં બે એપ રાખવાની જરૂર રહેશે નહીં કારણ કે તમારું કામ એક જ એપથી થશે.

 

ટોપ સ્ટોરી

GTA 6 Console: શું તમારું કન્સૉલ GTA 6 માટે તૈયાર છે ? ગેમ રમતા પહેલા આ રીતે કરો ચેક
GTA 6 Console: શું તમારું કન્સૉલ GTA 6 માટે તૈયાર છે ? ગેમ રમતા પહેલા આ રીતે કરો ચેક
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : પરિપત્ર પેપર પર!
Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ
Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ
PM Modi Speech at BJP Sneh Milan: ગુજરાત ભાજપના સ્નેહમિલનમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Embed widget