શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસઃ વિશ્વભરમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો, વોટ્સએપ ટોપ પર
Kantarના રિપોર્ટ અનુસાર, વોટ્સએપનો ઉપયોગ હાલના દિવસમાં 40 ટકા વધ્યો છે.
નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે ફેલાયેલી મહામારી દરમિયાન લોકો ઘરોમાં કેદ રહેવા મજૂબર બન્યા છે એવામાં સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ સર્વિસનો ઉપયોગ વધ્યો છે. આ સર્વિસમાં વર્ક ટૂલ્સથી લઇને વીડિયો કોલિંગ એપ્સ અને સોશિયલ નેટવર્કિસ સાઇટ વગેરે સામેલ છે. જોકે, હાલના દિવસોમાં સૌથી વધુ ઉપયોગ વોટ્સએપનો કરવામાં આવી રહ્યો છે. Kantarના રિપોર્ટ અનુસાર, વોટ્સએપનો ઉપયોગ હાલના દિવસમાં 40 ટકા વધ્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કોરોના વાયરસની મહામારી ફેલાઇ તેના શરૂઆતના દિવસોમા વોટ્સએપનો ઉપયોગ 27 ટકા વધ્યો હતો. ત્યારબાદ કોરોના વાયરસ ફેલાયાના મિડ ફેઝમાં મેસેજિંગ એપનો ઉપયોગ વધીને 41 ટકા થઇ ગયો છે અને લેટ ફેઝમાં આ 51 ટકા પહોંચ્યો છે. વોટ્સએપ યુઝર્સ સાથે જોડાયેલા નંબર્સ અલગ અલગ ક્ષેત્રોની રીતે બતાવવામાં આવ્યા નથી પરંતુ સ્પેનમાં વોટ્સએપનો ઉપયોગ સામાન્યથી 76 ટકા વધ્યો છે.
વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ 35 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ તરફથી 40 ટકા વધુ કરવામાં આવ્યો છે. મેસેજિંગ એપ્સ પર 18 વર્ષથી 34 વર્ષની ઉંમરના યુઝર્સ વધુ એક્ટિવ રહ્યા. આ સપ્તાહની શરૂઆતમાં ફેસબુકનો ઉપયોગ 50 ટકા વધ્યો હતો. ખાસ કરીને જે દેશમાં કોરોનાનો કહેર વધારે તે દેશમાં વોટ્સએપની મદદથી વીડિયો અને વોઇસ કોલ્સ લગભગ બે ગણા વધી ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
Advertisement