(Source: ECI/ABP News/ABP Majha)
વૉટ્સએપ ગૃપ માટે કંપની લાવી રહી છે આ શાનદાર ફિચર, જાણો કઇ રીતે થશે યૂઝર્સને ફાયદો
મેટાના સ્વામિત્વ વાળી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ આને વધુ ઇન્ટરેક્ટિવ અને હાઇપર બનાવવા માટે ફિચર્સને જોડી રહ્યું છે.
નવી દિલ્હીઃ વૉટ્સએપ એક નવા ફિચર પર કામ કરી રહી છે, જે ગૃપમાં પૉલની સુવિધા આપશે. આ એપ ફિચર હજુ ડેલવપમેન્ટમાં છે અને માત્ર ગૃપ માટે છે. આ નવુ વૉટ્સએપ ફિચર યૂઝર્સને તે વિષયો પર ગૃપમાં પસંદગી કરવાની સુવિધા આપશે જે તેમના માટે પ્રાસંગિક છે. સૌથી વધુ સંભાવના છે કે આ પહેલા આઇઓએસ યૂઝર્સ માટે ઉપલબ્ધ થશે અને બાદમાં એન્ડ્રોઇડ અને ડેસ્કટૉપ ક્લાયન્ટ માટે ઉપલબ્ધ થશે. આ શાનદાર સુવિધા ડેલપમેન્ટમાં છે. આ ક્યાં સુધીમાં રૉલઆઉટ થશે તેની કોઇ જાણકારી નથી.
પૉલ માત્ર ગૃપમાં જ બનાવી શકો છો અને આને વ્યક્તિગત ચેટમાં રજૂ કોઇ મતલબ નથી, કેમ કે આમાં માત્ર બે લોગો જ સામેલ થાય છે.
વૉટ્સએપ એક વૉટ્સએપ ગૃપમાં મોકલવા માટે મતદાનના સવાલને નોંધ કરવા માટે કહે છે, જોકે ફિચરનુ ડેલપમેન્ટ ચાલી રહ્યું છે. એટલા માટે અન્ય ડિટેલ્સ નથી. પરંતુ રિપોર્ટ અનુસાર એ વાતની પુષ્ટી થઇ છે કે વૉટ્સએપ વાસ્તવમાં વૉટ્સએપ પર પૉલ શરૂ કરવાનુ પ્લાનિંગ બનાવી રહ્યું છે.
પૉલ્સ માટે ધન્યવાદ, તમે એક સવાલ પુછી શકો છો અને અન્ય લોકો ઉત્તરને વૉટ કરી શકે છે. ધ્યાન રહે કે પૉલ માત્ર વૉટ્સએપ ગૃપમાં જ ઉપલબ્ધ રહશે, અને એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ છે અને એટલે સુધી કે તમારા ઉત્તર પણ. માત્ર ગૃપના લોકો જ પસંદગી અને રિઝલ્ટ જોઇ શકે છે.
આ રીતે, વૉટ્સએપ હવે રિએક્શન પ્રાપ્ત થવા પર નૉટિફિકેશનને પ્રબંધિત કરવા માટે સેટિંગ્સ રજૂ કરી રહ્યું છે. મેટાના સ્વામિત્વ વાળી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ આને વધુ ઇન્ટરેક્ટિવ અને હાઇપર બનાવવા માટે ફિચર્સને જોડી રહ્યું છે. કૉમ્પીટીશનની સાથે સાથે અપડેટ રહેવા માટે પણ ફેરફારોની જરૂર છે.
આ પણ વાંચો.......
ITA એવોર્ડમાં abp ન્યૂઝનો વાગ્યો ડંકો, સૌથી લોકપ્રિય હિંદી ન્યૂઝ ચેનલનો મળ્યો એવોર્ડ
આર્મીમાં ઓફિસર બનવાની સુવર્ણ તક, આ જગ્યાઓ ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
IPL 2022: MS ધોની ફરી નવા લુકમાં દેખાયો, બન્યો 'પિતા'; IPLનો નવો પ્રોમો રિલીઝ
શેન વોર્નની યાદમાં રડી પડ્યાં રિકી પોંટિંગ, ન રોકી શક્યા આંસુ, ન નીકળ્યા શબ્દો, જુઓ વીડિયો