શોધખોળ કરો
Advertisement
આ કંપની લૉન્ચ કરશે દુનિયાનો પહેલો 108 MP કેમેરા સેન્સરવાળો સ્માર્ટફોન, ટીઝર રિલીઝ
આ સ્માર્ટફોનનુ નામ એમઆઇ નૉટ 10 (Mi Note 10) છે. ખાસ વાત છે કે આ ફોનમાં 108 MP કેમેરા સેન્સર આપવામાં આવ્યુ છે
નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં ધીમે ધીમે પોતાની પકડ મજબૂત કરનારી ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમી હવે વધુ એક મોટો ધડાકો કરવા જઇ રહી છે. શ્યાઓમી ટુંકસમયમાં પાંચ રિયર કેમેરા વાળો સ્માર્ટફોન લૉન્ચ કરવા જઇ રહી છે. આ માટેનુ ટીઝર પણ રિલીઝ કરી દેવામાં આવ્યુ છે.
શ્યાઓમીએ પોતાના અધિકારીક ટ્વીટર હેન્ડલ પર ટીઝર પૉસ્ટ કર્યુ છે, તે ટીઝર પ્રમાણે, આ સ્માર્ટફોનનુ નામ એમઆઇ નૉટ 10 (Mi Note 10) છે. ખાસ વાત છે કે આ ફોનમાં 108 MP કેમેરા સેન્સર આપવામાં આવ્યુ છે, આ ફિચર આપનારો આ ફોન દુનિયાનો પહેલો સ્માર્ટફોન બનશે. કંપનીએ આ ફોનને અગાઉથી જ થાઇલેન્ડમાં સર્ટિફાઇડ કરી દીધો છે.
108 MP સેન્સર વાળા એમઆઇ નૉટ 10 સ્માર્ટફોનમાં શું હશે ખાસ.... એમઆઇ નૉટ 10માં 108MP પેન્ટા કેમેરા (પાંચ કેમેરા) આપવામાં આવ્યા છે. આ પહેલા કોઇપણ કંપનીએ આવો કેમેરા સેટઅપ આપ્યો નથી. 108 MP સેન્સરવાળા એમઆઇ નૉટ 10 સ્માર્ટફોનમાં કંપની દમદાર બેટરી સાથે અન્ય ફિચર પણ આપી શકે છે.Introducing the world's FIRST 108MP Penta Camera. A new era of smartphone cameras begins now! #MiNote10 #DareToDiscover pic.twitter.com/XTWHK0BeVL
— Xiaomi #First108MPPentaCam (@Xiaomi) October 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
લાઇફસ્ટાઇલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion