(Source: ECI/ABP News/ABP Majha)
Buy: તહેવારોની સિઝનમાં આ પાંચ ફોન છે ખરીદવા માટે બેસ્ટ, સસ્તી કિંમતે મળશે 5G ફેસિલિટી, જાણો ડિટેલ્સ.....
આજે આ રિપોર્ટમાં અમે તમને બતાવવા જઇ રહ્યાં છીએ બેસ્ટ 5G સ્માર્ટફોન વિશે, જે અત્યારે માર્કેટમાં 15000 રૂપિયાની રેન્જમાં મળી રહ્યાં છે, જાણો દરેક વિશે......
Best 5G Smartphones Under 15000: ઘણાબધા લોકો નવો 5G સ્માર્ટફોન લેવાનુ વિચારી રહ્યાં છે, આજે આ રિપોર્ટમાં અમે તમને બતાવવા જઇ રહ્યાં છીએ બેસ્ટ 5G સ્માર્ટફોન વિશે, જે અત્યારે માર્કેટમાં 15000 રૂપિયાની રેન્જમાં મળી રહ્યાં છે, જાણો દરેક વિશે......
Motorola Moto G51 5G : -
મોટોરોલોના આ ફોનમાં Qualcomm Snapdragon 480 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે, ફોનમાં 6.8 ઇંચની ડિસ્પ્લે આપવામા આવી છે, જેનાથી Full HD+ રિઝૉલ્યૂશન મળે છે, આ સ્માર્ટફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. આમાં 50 MPનો મેન રિયર કેમેરો, 8 MP નો અલ્ટ્રા વાઇડ અને 2 MPનો ડેપ્થ કેમેરો આપવામા આવ્યો છે. આમાં 5000 mAhની બેટરી આપવામા આવી છે, આ ફોન 4 GB રેમ અને 64 GB ઇન્ટરનલ સ્ટૉરેજની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે, જેની કિંમત 12,249 રૂપિયા છે.
Xiaomi Redmi Note 10T : -
શ્યાઓમીના ફોનમાં MediaTek Dimensity 700 પ્રૉસેસર આપવામા આવ્યુ છે, ફોનમાં 6.5 ઇંચની સ્ક્રીનથી IPS LCD ડિસ્પ્લે મળે છે. આમાં 48 MPનો મેન કેમેરો, 2 MP નો અલ્ટ્રા વાઇડ અને 2 MPનુ ડેપ્થ કેમેરો સેન્સર આપવામા આવ્યુ છે, ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો આમાં 8 MPનો ફ્રન્ટ કેમેરો મળે છે. આમાં 5000 mAhની બેટરી આપવામા આવી છે, ફોન 4 GB રેમ + 64 GB ઇન્ટરનલ સ્ટૉરેજ અને 6 GB રેમ + 128 GBની ઇન્ટરનલ સ્ટૉરજની સાથે છે. 4 GB વાળા વેરિએન્ટની કિંમત 12,999 રૂપિયા અને 6 GB વાળા વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયા છે.
OPPO A74 5G : -
Oppo આ ફોનમાં Qualcomm Snapdragon 480 5G પ્રૉસેસર આપવામાં આવ્યુ છે, આ સ્માર્ટફોન ત્રિપલ કેમેરા સેટઅપની સાથે આવે છે. જેમાં 48 MP નો મેન કેમેરો, 2 MPનો ડેપ્થ અને 2 MPનો મેક્રો કેમેરો સામેલ છે. આ ઉપરાંત આમાં 8 MPનો ફ્રન્ટ કેમેરો આપવામા આવ્યો છે. આ ફોનમાં 5000 mAhની બેટરી આપવામા આવી છે. આ ફોન 4 GB રેમ + 64 GB ઇન્ટરનલ સ્ટૉરેજ અને 6 GB રેમ + 128 GBની ઇન્ટરનલ સ્ટૉરેજ વેરિએન્ટમાં આવે છે, આમાં 6 GB વાળા વેરિએન્ટની કિંમત 14,990 રૂપિયા છે.
Samsung Galaxy M13 5G : -
સેમસંગના આ ફોનમાં MediaTek Dimensity 700 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે, આની 6.5 ઇંચની સ્ક્રીનથી Full HD+ ડિસ્પ્લે મળે છે. આ સ્માર્ટફોન ડ્યૂલ કેમેરા સેટઅપની સાથે લૉન્ચ થયો છે. આમાં 50 MP નો મેન રિયર કેમેરો છે અને 2 MPનો બીજો કેમોરો આપવામા આવ્યો છે, આ ઉપરાંત 5 MPનો ફ્રન્ટ કેમેરો મળ છે. આમાં 5000 mAhની બેટરી છે. આ ફોન 4 GB રેમ + 64 GB ઇન્ટરનલ સ્ટૉરેજ અને 6 GB રેમ + 128 GBની ઇન્ટરનલ સ્ટૉરેજની સાથે લૉન્ચ થયો છે. 4 GB વાળા વેરિએન્ટની કિમત 11,999 રૂપિયા અને 6 GB રેમ વેરિએન્ટની કિંમત 13,999 રૂપિયા છે.
Realme Narzo 50 5G : -
આ ફોનમાં Mediatek Dimensity 810 5G પ્રૉસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 6.6 ઇંચની સ્ક્રીનથી Full HD+ ડિસ્પ્લે મળે છે. આ સ્માર્ટફોન ડ્યૂલ કેમેરા સેટઅપની સાથે આવે છે. જેમાં 48 MPનો મેન રિયર કેમેરો આપ્યો છે અને 2 MPનો બીજો કેમેરો આપવામા આવ્યો છે. ફ્રન્ટ કેમેરોની વાત કરીએ તો આમાં 8 MPનો ફ્રન્ટ કેમેરો મળે છે. આમાં 5000 mAhની બેટરી આપવામા આવી છે. ફોનના 4 GB રેમ + 64 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 12,999 રૂપિયા અને 4 GB રેમ + 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 13,999 રૂપિયા છે.