શોધખોળ કરો
Advertisement
1લી સપ્ટેમ્બરે આ કંપની લૉન્ચ કરશે દુનિયાનો પહેલો અંડર ડિસ્પ્લે કેમેરા ટેકનોલૉજી વાળો ફોન, જાણો શું ખાસ
આ પહેલા શ્યાઓમી અંડર ડિસ્પ્લે કેમેરા ટેકનોલૉજી ફિચર્સ મામલે કામ કરી ચૂકી છે.પરંતુ સવાલ એ છે કે અંડર ડિસ્પ્લે કેમેરામાં LCD કે OLED કઇ પેનલ વાપરવી. કંપની આને લઇને એક પ્રૉમો પણ જાહેર કર્યો હતો જેમાં કેટલાક ઇશ્યૂ જોવા મળ્યા હતા
નવી દિલ્હીઃ અંડર ડિસ્પ્લે કેમેરા છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. પરંતુ હજુ સુધી કોઇપણ કંપની આ ટેકનિક વાળો સ્માર્ટફોન લૉન્ચ નથી કરી શકી. ચાઇનીઝ સ્માર્ટફોન મેકર શ્યાઓમીએ દાવો કર્યો છે કે તે આ નવી ટેકનોલૉજી વાળો સ્માર્ટફોન જલ્દી લાવશે. પરંતુ હવે બીજી મોટી ટેક કંપની ZTE અંડર ડિસ્પ્લે કેમેરા ફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે.
શું છે અંડર ડિસ્પ્લે કેમેરા ટેકનોલૉજી
શ્યાઓમીએ જણાવ્યુ કે, અંડર ડિસ્પ્લે કેમેરા ટેકનોલૉજી ડિસ્પ્લેના બધા પિક્સલમાં રહેલી ગેપ દ્વારા કામ કરી શકે છે. જોકે, કંપનીએ એ નક્કી કરવાનુ છે કે જ્યાં કેમેરો લગાવામાં આવે ત્યાં સ્ક્રીનના પિક્સલ બાકી ડિસ્પ્લેથી અલગ ના હોય. સાથે શ્યાઓમી દાવો કરી રહી છે કે નવી ટેકનોલૉજી માર્કેટમાં રહેલા સેલ્ફી કેમેરા જેવી જ ક્વૉલિટી આપવાની ક્ષમતા રાખે છે.
આ પહેલા શ્યાઓમી અંડર ડિસ્પ્લે કેમેરા ટેકનોલૉજી ફિચર્સ મામલે કામ કરી ચૂકી છે.પરંતુ સવાલ એ છે કે અંડર ડિસ્પ્લે કેમેરામાં LCD કે OLED કઇ પેનલ વાપરવી. કંપની આને લઇને એક પ્રૉમો પણ જાહેર કર્યો હતો જેમાં કેટલાક ઇશ્યૂ જોવા મળ્યા હતા.
પરંતુ હવે અંડર ડિસ્પ્લે કેમેરા ટેકનિક લાવવાની રેસમાં ZTE બધી કંપનીઓને માત આપી રહી છે. 1લી સપ્ટેમ્બરે ZTE અંડર ડિસ્પ્લે કેમેરા ટેકનોલૉજી વાળો પહેલો સ્માર્ટફોન લૉન્ચ કરવા જઇ રહી છે. આ સ્માર્ટફોનને ZTE Axon 20 5G નામ આપવામાં આવશે. જોકે, એ સ્પષ્ટ નથી કે ચીન સિવાય આ ફોનને કંપની ઇન્ટરનેશનલ માર્કેમાં ક્યારે લૉન્ચ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement