શોધખોળ કરો

શું છે GB WhatsApp અને આનો ઉપયોગ છે કેટલો સેફ? જાણો અહીં તમામ ડિટેલ્સ...........

બતાવવામાં આવી રહ્યું છે કે -GB WhatsApp તમારા ફોનમાંથી મહત્વના ડેટાને લીક કરી શકે છે. એટલુ જ નહીં આના ઉપયોગથી તમારુ WhatsApp એકાઉન્ટ પણ બંધ થઇ શકે છે.

નવી દિલ્હીઃ જ્યારે પણ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપની વાત થાય છે તો WhatsAppનુ નામ સૌથી પહેલા આવે છે. WhatsApp સૌથી વધુ યૂઝ થનારી મેસેજિંગ એપ છે. આમાં યૂઝર્સને તેમની સુવિધાઓ પ્રમાણે વધુમાં વધુ ફિચર્સ આપવામાં આવ્યા છે. વળી, આજકાલ જેની સૌથી વધુ ચર્ચા થઇ રહી છે તે છે GB WhatsApp. આ વૉટ્સએપનુ નવુ વર્ઝન જ છે પરંતુ આ એક બિલકુલ અલગ એપ છે, જોકે આનો યૂઝ કરતી વખતે સાવધારની રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. 

ક્લૉન એપ છે GB WhatsApp ---
GB WhatsAppમાં WhatsAppની જેમ મેસેજિંગ, વીડિયો અને ઓડિયો કૉલિંગ કરી શકાય છે. WahtsAppની આ ક્લૉન એપને તમે તમારી મરજીમુજબ કસ્ટાઇમાઇ પણ કરી શકો છો. આ ઉપરાંત GB WhatsAppમાં એક્સ્ટ્રા ફિચર્સ પણ આપવામાં આવ્યા છે, જેના યૂઝથી આસાની રહેશે. જોકે આનો યૂઝ કરવો ખતરનાક બની શકે છે. 

થઇ શકે ખતરો -- 
બતાવવામાં આવી રહ્યું છે કે -GB WhatsApp તમારા ફોનમાંથી મહત્વના ડેટાને લીક કરી શકે છે. એટલુ જ નહીં આના ઉપયોગથી તમારુ WhatsApp એકાઉન્ટ પણ બંધ થઇ શકે છે. GB WhatsAppને તમે ગૂગલ પ્લે સ્ટૉર પરથી ડાઉનલૉડ નથી કરી શકતા. આને ઓફિશિયલ વેબસાઇટ કે પછી ઓનલાઇન પોર્ટલ પરથી Apk ફાઇલની મદદથી તમે આને ડાઉનલૉડ કરી શકો છો. જોકે કોઇપણ પ્રકારના ખતરાથી બચવા માટે તમારે આને ડાઉનલૉડ ના કરવી જ યોગ્ય છે.  

WhatsApp: હવે 1 કે 2 નહીં પરંતુ પાંચ ફોનમાં એકસાથે ચલાવી શકશો વૉટ્સએપ.........
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppના ખાસ મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફિચર્સનો યૂઝર્સ બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં છે. વળી, હવે આ ફિચરને લઇને મોટી જાણકારી સામે આવી છે. બતાવવામાં આવી રહ્યું છે કે ફિચર માટે યૂઝર્સને હજુ ઇન્તજાર કરવો પડી શકે છે. સાથે જ આ પણ જાણવા મળ્યુ છે કે સ્માર્ટફોન ડિવાઇસ પહેલા આ ફિચરને WhatsApp Web દ્વારા લૉન્ચ કરવામાં આવશે. 

પહેલા WhatsApp Webમાં આવશે ફિચર- 
WhatsAppના લેટેસ્ટ અપડેટ્સ પર નજર રાખનારી WABetaInfoના દ્વારા જાણવા મળ્યુ છે કે આ ફિચરનુ પહેલા બીટા વર્ઝન સૌથી પહેલા WhatsApp Web માટે આવી શકે છે. ત્યારબાદ આ ફિચર યૂઝર્સને સ્માર્ટફોનમાં મળશે. WABetaInfo દ્વારા આના નવા સ્ક્રીનશૉટ પણ શેર કરવામાં આવ્યા છે. 

પાંચ ડિવાઇસમાં ચાલી શકશે WhatsApp- 
રિપોર્ટનુ માનીએ તો WhatsApp Multi Device Support ફિચર અંતર્ગત ચાર એડિશનલ ડિવાઇસ પર WhatsApp ચલાવી શકાશે, એટલે એકસાથે પાંચ ડિવાઇસ પર એક WhatsApp ચલાવી શકશો. રિપોર્ટમાં એ પણ બતાવવામાં આવ્યુ છે કે આ ફિચરના કારણે શરૂઆતમાં પરફોર્મન્સ અને ક્વૉલિટીને લઇને યૂઝર્સને થોડી પરેશાની થઇ શકે છે, પરંતુ સમયની સાથે આ પણ બરાબરા થઇ જશે. જાણવા મળ્યુ છે કે સ્માર્ટફોન ડિવાઇસ પહેલા આ ફિચરને WhatsApp Web દ્વારા લૉન્ચ કરવામાં આવશે. 

વિના ઇન્ટરનેટે થશે કામ- 
WABetaInfoના રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે ફિચર મલ્ટી-ડિવાઇસ સપોર્ટ ફિચરને યૂઝ કરવા માટે યૂઝર્સને એપનુ લેટેસ્ટ વર્ઝન ડાઉનલૉડ કરવુ પડશે. આ ઉપરાંત ખાસ વાત છે કે લિંક કરવામાં આવેલા એડિશનલ ડિવાઇસ, મેન ડિવાઇસ પર એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શન વિના ચાલશે, મતલબ એકવાર બીજા ડિવાઇસ સાથે કનેક્ટ કર્યા બાદ તમે ઇચ્છો તો મેન ડિવાઇસથી ઓફલાઇન હોઇ શકે છે. ઓફલાઇન થયા બાદ પણ એડિશનલ ડિવાઇસીસમાં વૉટ્સએપ ચાલતુ રહેશે. જોકે કંપનીએ આનો ખુલાસો નથી કર્યો કે આ ફિચર ક્યાં સુધી રૉલઆઉટ કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
EPFO Deadline Extended: EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
EPFO Deadline Extended: EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
Health Tips: જો ડાયાબિટીસથી બચવું હોય તો ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તું
Health Tips: જો ડાયાબિટીસથી બચવું હોય તો ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તું
Embed widget