શોધખોળ કરો

Google એ પ્લે સ્ટોરમાંથી 17 ફ્રોડ લોન એપ ડિલીટ કરી, શું તમે હજુ પણ તેનો ઉપયોગ કરી રહ્યાં છો?

Loan Apps: સંશોધકોને એવી 17 લોન એપ્સ મળી છે જે ગૂગલ પ્લે સ્ટોર પર લોકોનો સંવેદનશીલ ડેટા ખોટી રીતે એકત્રિત કરી રહી હતી. અમે અહીં આ એપ્સની યાદી શેર કરી રહ્યા છીએ.

ESET સંશોધકોને ગૂગલ પ્લે સ્ટોર પર આવી 17 એપ્સ મળી જે ખોટી રીતે લોકોના પર્સનલ ડેટાની ચોરી કરતી હતી અને આ એપ્સે પોતાની ઓળખ અસલી લોન એપ્સ તરીકે કરી હતી. રિપોર્ટના આધારે ગૂગલે પ્લે સ્ટોર પરથી તમામ એપ્સ હટાવી દીધી છે. ભારત સહિત અન્ય દેશોમાં લોકો આ એપ્સનો ઉપયોગ કરતા હતા. જો તમે પણ આ એપ્સનો ઉપયોગ કરી રહ્યા છો તો તેને તરત જ ડિલીટ કરો. ESET સંશોધકોના જણાવ્યા અનુસાર, આ એપ્સને દૂર કર્યા પહેલા 12 મિલિયન લોકોએ ડાઉનલોડ કરી હતી.

ESET સંશોધક લુકાસ સ્ટેફાન્કોએ જણાવ્યું હતું કે, આ એપ્સ દ્વારા છેતરપિંડી કરનારાઓ એવા લોકોને ટાર્ગેટ કરે છે જેઓ લોન એપ્સ પર વિશ્વાસ કરે છે. તેમણે કહ્યું કે છેતરપિંડી કરનારાઓ લોકોને છેતરવા અને તેમની અંગત માહિતી મેળવવા માટે ખોટી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. સંશોધકોએ જણાવ્યું કે આ લોકો લોન એપ દ્વારા લોકોને બ્લેકમેલ કરતા હતા અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતા હતા. મુખ્યત્વે આ એપ્સ મેક્સિકો, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, વિયેતનામ, ભારત, પાકિસ્તાન, કોલંબિયા, પેરુ, ફિલિપાઈન્સ, ઈજીપ્ત, કેન્યા, નાઈજીરીયા અને સિંગાપોરમાં ઓપરેટ કરવામાં આવી હતી.

ગૂગલે આ એપ્સ ડિલીટ કરી

AA Kredit

Amor Cash

GuayabaCash

EasyCredit

Cashwow

CrediBus

FlashLoan

PréstamosCrédito

Préstamos De Crédito-YumiCash

Go Crédito

Instantáneo Préstamo

Cartera grande

Rápido Crédito

Finupp Lending

4S Cash

TrueNaira

EasyCash

જરૂરિયાત કરતાં વધુ વ્યાજ વસૂલવામાં આવે છે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યુઝર્સને બ્લેકમેલ કરવા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા ઉપરાંત આ લોકો લોન પર નક્કી કરેલી રકમ કરતાં વધુ વ્યાજ પણ વસૂલતા હતા અને લોકોને પરેશાન કરતા હતા. કેટલાક સંજોગોમાં, લોકોને લોનની ચુકવણી માટે 91 દિવસને બદલે 5 દિવસનો સમય આપવામાં આવ્યો હતો અને લોનની વાર્ષિક કિંમત (TAC) 160 ટકાથી 340 ટકાની વચ્ચે હતી, જે ખૂબ ઊંચી છે. આ એપ્સ ડાઉનલોડ કરતી વખતે, યુઝર્સને વિવિધ પરવાનગીઓ માટે પૂછવામાં આવ્યું હતું જેથી ઉપકરણ પર સાચવેલી માહિતીને એક્સેસ કરી શકાય.                                                 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ

SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Embed widget