Google લાવ્યુ જબરદસ્ત કામની App, હવે ડૉક્યૂમેન્ટ્સને સ્કેન કરીને બનાવી શકાશે PDF ફાઇલ
આ એપ કેમસ્કેનરની જેમ કામ કરશે. ડૉક્યૂમેન્ટ્સ સ્કેનર એપ (Google PDF) ગૂગલના DocAIનો યૂઝ કરે છે.
નવી દિલ્હીઃ ગૂગલ (Google) એક નવી અને ખુબ કામની એપ લઇને આવ્યુ. આ એપનુ નામ છે. 'ગૂગલ સ્ટેક'.... (Google PDF app) આ એપ દ્વારા યૂઝર્સ પોતાના ડૉક્યૂમેન્ટ્સને સ્કેન કરી શકશે. આ એપ કેમસ્કેનરની જેમ કામ કરશે. ડૉક્યૂમેન્ટ્સ સ્કેનર એપ (Google PDF) ગૂગલના DocAIનો યૂઝ કરે છે. જોકે હજુ આ ફક્ત અમેરિકન એન્ડ્રોઇડ યૂઝર્સ માટે જ અવેલેબલ છે. ભારતીય યૂઝર્સ માટે હજુ આની રાહ જોવી પડશે. (PDF converter app) સ્ટેકના ફાઉન્ડર અનુસાર એપ હજુ શરૂઆતી લેવલમાં છે.
અહીંથી મળ્યો આઇડિયા...
સ્ટેકના ટીમ લીડર, ક્રિસ્ટોફર પેડ્રેગલે કહ્યું -મે થોડાક વર્ષો પહેલા ગૂગલ જોઇન કર્યુ હતુ, જ્યારે મારુ એજ્યૂકેશન સ્ટાર્ટઅપ, સોફ્રેટિકનુ એક્ઝિવિશન કરવામાં આવ્યુ હતુ. સોક્રેટિક મે હાઇસ્કૂલના સ્ટુડન્ટ માટે ગૂગલનુ કૉમ્પ્યુટર વિઝન અને લેગ્વેઝ અંડરસ્ટેન્ડિંગનો યૂઝ કર્યો. જેથી તે આસાનીથી શીખી શકે. મને લાગે છે કે આ રીતની ટેકનોલૉજીનો ઉપયોગ કરીને ડૉક્યૂમેન્ટને ઓર્ગેનાઇઝ કરવા માટે એપ બનાવી શકીએ છીએ, ત્યાં જ મને આનો આઇડિયા આવ્યો. આ એપ કેમસ્કેનરની જેમ કામ કરશે. ડૉક્યૂમેન્ટ્સ સ્કેનર એપ (Google PDF) ગૂગલના DocAIનો યૂઝ કરે છે.
PDF ફાઇલમાં સ્કેન થશે ડૉક્યૂમેન્ટ્સ...
પેડ્રેગલે જણાવ્યુ કે આ એપ બિલ, ડૉક્યૂમેન્ટ્સ અને રિસિપ્ટ્સને PDF ફાઇલમાં સ્કેન કરશે અને ઓટોમેટિક ફાઇલને સ્ટેકનુ નામ આપી દેશે. એપ તમને તમારી જરૂરી માહિતી માટે ઝડપથી ડૉક્યૂમેન્ટને સ્કેન કરવા દેશે. એપ મહત્વપૂર્ણ જાણકારી જેવી કે તારીખ કે કુલ રકમની ઓળખ કરશે અને આને સૌથી ઉપર રાખશે.
મળશે ફિંગરપ્રિન્ટ સ્કેનર...
સિક્યૂરિટી માટે એપમાં ફેસ કે ફિંગરપ્રિન્ટ સ્કેનરનો ઓપ્શન મળશે. સાથે જ સ્ટેક એપમાં સ્કેન કરવામાં આવેલા ડૉક્યૂમેન્ટન યૂઝર્સ ગૂગલ ડ્રાઇવ પર પણ સેવ કરી શકશે. આ એપ ઇન્ડિયામાં ક્યારે રૉલઆઉટ કરવામાં આવશે, હજુ આને લઇને કંપની તરફથી કોઇ જાણકારી નથી આપવામાં આવી.